પાડોશી રાજ્યમાં પહોંચેલો ટ્રિપલ મ્યુટેશન સ્ટ્રેઈન ગુજરાત આવશે તો બધું વેરવિખેર થઈ જશે
Trending Photos
- વાયરસ કરોડો લોકોના બોડીમાં પ્રવેશી અલગ અલગ ઇમ્યુન્ટી પાવર સામે લડવા માટે સક્ષમ બન્યો
- મહારાષ્ટ્રમાં પણ આ સ્ટ્રેઈન જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર તરફનું આ સંક્રમણ ગુજરાત આવવાની પૂરેપૂરી શક્યતા
ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોના વાયરસે કોહરામ મચાવ્યો છે. દરેક દિવસે Covid-19 સંકટ વિકટ બની રહ્યું છે. દેશની હેલ્થિ સિસ્ટમ નબળી પડી રહી છે. આ વચ્ચે એક રિપોર્ટ અનુસાર, ભારતના કેટલાક હિસ્સામાં ટ્રિપલ મ્યુટેશન સ્ટ્રેઈન (third mutation) જોવા મળ્યો છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આ સ્ટ્રેઈન જોવા મળ્યો છે. ચાર રાજ્યોમાં ટ્રિપલ મ્યુટેશન વાયરસ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ વાયરસનું આ સ્વરૂપ જલ્દી જ પહોંચે તેવો ડર લાગી રહ્યો છે.
પશ્વિમ બંગાળના 130 પોઝીટીવ લોકોમાં 129 લોકોમાં ત્રિપલ મ્યુટેશન જોવા મળ્યું
ગુજરાતના એમડી ફિઝીશિયન ડો.યોગેશ ગુપ્તાએ આ વિશે કહ્યું કે, કોરાના વાયરસના મ્યુટેશન હાલ સળગતો મુદ્દો છે. દેશમાં કોરોના વાયરસનુ ટ્રીપલ મ્યુટેશન જોવા મળ્યું છે. નોવેલ કોવિડ 19 થી અત્યાર સુધીમાં કોરાનામાં 22 જેટલા મ્યુટેશન જોવા મળ્યા છે. એ દરેક વેરીએન્ટમાં સંક્રમણ ફેલાવાની ક્ષમતા વધી રહી છે. ત્યારે ત્રિપલ મ્યુટેશન ધરાવતો કોરાના સૌથી વધારે લોકોને સંક્રમણ કરવાની ક્ષમતા ધરાવે છે. પશ્વિમ બંગાળના 130 પોઝીટીવ લોકોમાં 129 લોકોમાં ત્રિપલ મ્યુટેશન જોવા મળ્યું છે.
ડબલ મ્યુટેન્ટમાંથી ત્રિપલ મ્યુટન્ટ બન્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, વાયરસ કરોડો લોકોના બોડીમાં પ્રવેશી અલગ અલગ ઇમ્યુન્ટી પાવર સામે લડવા માટે સક્ષમ બન્યો છે. લેરીએન્ટ અને મ્યુટેશનમાં વાયરસ નબળો અથવા મજબુત બંને કોરોના વાયરસ મ્યુટેશન થઇ વધારે મજબુત બન્યો છે. હાલનો વેરીએન્ટ યુકે કરતાં વધારે મજબુત છે. ત્રિપલ મ્યુટન્સ અમેરિકા, સિંગાપોર જોવા મળ્યો છે. ડબલ મ્યુટેન્ટમાંથી ત્રિપલ મ્યુટન્ટ બન્યું છે. જેમ લોકો વાયરસ સામે ઝઝુમી રહ્યો છે તેમ વાયરસ લોકોના શરીરમાં પ્રવેશી ઝઝૂમી રહ્યો છે અને વધારે મજબુત બની રહ્યો છે. એસએમએસ અને વેક્સીન જ વાયસ સામે લડવાનો ઉત્તમ ઉપાય છે.
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ચેપ લાગે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં પણ આ સ્ટ્રેઈન જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર સતત અવરજવર ચાલુ છે, 100 ટકા પરિવહન બંધ થયુ નથી. પરંતુ મહારાષ્ટ્ર તરફનું આ સંક્રમણ ગુજરાત આવવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે, મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે. સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્ર વેપાર ધંધા અર્થે પણ જોડાયેલું છે. આવામાં વાયરસનુ ટ્રીપલ મ્યુટેશન ગુજરાતમા પણ આવી પહોંચે એ દિવસો દૂર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે