સુરતની ચોંકાવનારી ઘટના! ખ્યાતનામ જ્વેલર્સને ત્યાં રાત્રે તસ્કરો ત્રાટક્યા, કરોડોની 'ધૂળ' લઈને ફરાર
સમગ્ર ઘટનામાં ચોંકાવનારો મુદ્દો એવો રહ્યો છે કે ફેક્ટરીના સંચાલકે વધુ રકમનો વીમો પકવવાની લ્હાયમાં ચોરી થયેલી ડસ્ટ કરતાં વધુ રકમની ચોરીની ફરિયાદ લખાવી હતી. જેથી હવે સંચાલક સામે પણ ગુનો નોંધાય એવી ગતિવિધિ જોવા મળી રહી છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: વસ્તાદેવડી રોડ પર જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગના પહેલા માળે મેઝારીયા જવેલર્સમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો 1.45 કરોડની શુદ્ધ સોનાની 1822 ગ્રામ ડસ્ટ ચોરી ફરાર થઈ ગયા હતા. ડસ્ટ ચોરીની જાણ થતાં જ પોલીસ દોડતી થઇ હતી. પોલીસે જવેલર્સમાં કામ કરતા કારીગર સહિત 6 આરોપીને ઝડપી પાડયા છે. સમગ્ર ઘટનામાં ચોંકાવનારો મુદ્દો એવો રહ્યો છે કે ફેક્ટરીના સંચાલકે વધુ રકમનો વીમો પકવવાની લ્હાયમાં ચોરી થયેલી ડસ્ટ કરતાં વધુ રકમની ચોરીની ફરિયાદ લખાવી હતી. જેથી હવે સંચાલક સામે પણ ગુનો નોંધાય એવી ગતિવિધિ જોવા મળી રહી છે.
મોટા વરાછાની એપલ હાઈટ્સમાં રહેતા જીજ્ઞેશ નટુભાઇ ઇટાલીયા વસતા દેવડી રોડ ઉપર મેઝારીયા જવેલર્સના નામથી સોના-ચાંદીનો વેપાર કરે છે. અહીં પહેલા માળે સોનાના દાગીનાના વેપાર ઉપરાંત સોના-ચાંદીના પ્યોરિફિકેશન અને રિફાઇનિંગ લેબોરેટરી છે. જ્યાં બહારના જવેલર્સ દ્વારા પણ સોનાની ડસ્ટ શુદ્ધીકરણ માટે મોકલાય છે. આ રિફાઈનરી રૂમમાં તા. ૨૬મી ઓક્ટોબરની મધરાત્રે ચોરી થઇ હતી. મહિધરપુરા પીઆઈ સહિતના સ્ટાફે રૂમની તપાસ કરતા રિફાઈનરીમાં એસીડના કારણે જે ગરમી ઉત્પન્ન થાય તેને દૂર કરવા લગાવેલા એક્ઝોસ્ટફેનનો પાંખીયો તૂટેલો હતો. આ પાંખીયો તોડીને પ્રવેશેલા તસ્કરોએ અંદાજીત રૂા.૧.૪૫ કરોડની કિંમતનું ૧૮૨૨ ગામ વજનની સોનાની ડસ્ટની ચોરી કરી હતી. .મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ
ચોરોને પકડવા સીસીટીવી કેમેરાની મદદ લઈ પોલીસે તપાસ શરૂ કરતાં આ ચોરીમાં વેડરોડ અખંડ આનંદ કોલેજની સામે ત્રિલોક માર્કેટમાં રહેતા સોનુ રામફલ બિંદ , સંદિપ રાજુભાઈ બીંદ , અમરોલી જલારામ સોસાયટીમાં શિવપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો ક્રિષ્ના ઉર્ફે કાનો અમરનાથ ગુપ્તા તેમજ અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અનુકુમાર નિશાદ ઉપરાંત મુંબઇ, અંધેરી ઇસ્ટમાં મોર્ડન બેકરી, ગૌતમનગરમાં રહેતા રાહુલ આત્મારામ બિંદ તેમજ મહારાષ્ટ્ર મુંબઈના પવઇ તળાવ નજીક મોરારજી નગરમાં રહેતા રોશન લાલબહાદુર નિશાલ ની ધરપકડ કરી હતી. પકડાયેલા પૈકી અનુ જવેલર્સમાં કામ કરતો હતો અને દાગીનાનું જ્યાં પ્યોરીફિકેશન થાય છે ત્યાં વોચમેન ન હોવાથી ચોરીને અંજામ આપવાનું નક્કી કર્યું હતું. તેઓ સોનાના ડસ્ટની ચોરી કરીને મહારાષ્ટ્ર ગયા હતા અને ત્યાં સોનાનો ભાગ પાડયા બાદ કેટલાક આરોપી વતન ભાગી ગયા હતા જ્યારે કેટલાક સુરતમાં આવીને રહેવા લાગ્યા હતા.
પોલીસે પકડાયેલા ક્રિષ્ના ઉર્ફે કાનો ગુપ્તા તેમજ સંદિપ બિંદની પાસેથી ૪૦૩.૫૯ ગ્રામ તેમજ રોશન અને રાહુલની પાસેથી ૯૯૫ ગ્રામ સોનુ રીકવર કર્યું હતું. મહિધરપુરા પોલીસે તમામ ૬ આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના એટલે કે તા. ૮ નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલો સોનુ બિંદ, સંદિપ બીંદ, ક્રિષ્ના ગુપ્તા વેડરોડ પર રામદેવ એલ્યુમિનીયમની દુકાનમાં કામ કરતા હતા. જ્યારે અનુ નિશાદ મેઝારીયા જવેલર્સમાં નોકરી કરતો હતો. રોશન અને રાહુલ મહારાષ્ટ્રની જવેલર્સમાં રિફાઈનરીમાં કામ કરતા હતા પરંતુ કામ છૂટી જતા રાહુલ સુરત આવી ગયો હતો. જ્યારે રોશન નિશાન કામની શોધમાં સુરત આવ્યો હતો અને સંદિપની સાથે તેની જ રૂમમાં રહેતો હતો.
આ તમામ ઉત્તરપ્રદેશના હમવતની હોવાથી પરિચયમાં હતા. આરોપીઓને 26મીના રોજ"મેઝારીયા જવેલ્સ પ્રા. લીમીટેડ” ના રીફાઇનીંગ વિભાગમાં વધુ પ્રમાણમાં સોનામાંથી પ્યોરીફીકેશન થઇ ગયેલ પાવડર ફોર્મનુ સોનુ જે સ્ટરલાઇઝ થવા માટે અલગ- અલગ બિકર તથા ડોલોમાં પડેલ હોવાની ટીપ્સ મળતા ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી અનુકુમારે ટીપ આપતા તમામ આરોપીઓ ચોરી કરવા માટે દિવસ દમ્યાન એન્ટ્રી એક્ઝીટના રસ્તાઓ ચેક કરી રાત્રીના સમયે "મેઝારીયા જવેલ્સ પ્રા. લીમીટેડ" ના પાછળના ભાગેથી આવી ઝાડ ઉપરથી કંપનીના છત્તા ઉપર આવી છત્તના ભાગે વેન્ટીલેશન માટે ગોઠવેલ એક્ઝોસ્ટ ફેનની જગ્યા તોડી ગોલ્ડ રીફાઇનીંગ વિભાગમાં પ્રવેશ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફેક્ટરીના સંચાલકે વધુ રકમનો વીમો પકવવાની લ્હાયમાં ચોરી થયેલી ડસ્ટ કરતાં વધુ રકમની ચોરીની ફરિયાદ લખાવી હતી. જેથી હવે સંચાલક સામે પણ ગુનો નોંધાય એવી ગતિવિધિ જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે