વિશ્વ મહિલા દિવસ: આ મહિલાએ શરૂ કર્યો લોન્ડ્રીનો બિઝનેસ, લાખોનું ટર્નઓવર
મહિલાઓ મલ્ટીટાસ્કિંગ છે સાથે શસક્ત છે કે તેમને સશક્તિકરણની પણ જરૂર નથી જેનું દ્રષ્ટાંત રાજકોટની એક મહિલા પૂરું પાડી રહી છે. પુરુષ પ્રાધાન્ય દરેક ક્ષેત્રમાં મહિલાઓની આગેકુચ છે પણ એક એવું ફિલ્ડ કે જ્યાં કોઈ પણ મહિલાએ ક્યારે પણ ન વિચાર્યું નહિ હોય તેવા ક્ષેત્રમાં રાજકોટના અંજુબેન પાઉંએ ઝંપલાવી ખુબજ ટુકા સમયમાં મહત્વ પૂર્ણ સફળતા મેળવી છે. આ મહિલા અને વુમન એમ્પાવરમેન્ટને સિદ્ધ કરવા બિઝનેશ શરુ કર્યો છે
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ: મહિલાઓ મલ્ટીટાસ્કિંગ છે સાથે શસક્ત છે કે તેમને સશક્તિકરણની પણ જરૂર નથી જેનું દ્રષ્ટાંત રાજકોટની એક મહિલા પૂરું પાડી રહી છે. પુરુષ પ્રાધાન્ય દરેક ક્ષેત્રમાં મહિલાઓની આગેકુચ છે પણ એક એવું ફિલ્ડ કે જ્યાં કોઈ પણ મહિલાએ ક્યારે પણ ન વિચાર્યું નહિ હોય તેવા ક્ષેત્રમાં રાજકોટના અંજુબેન પાઉંએ ઝંપલાવી ખુબજ ટુકા સમયમાં મહત્વ પૂર્ણ સફળતા મેળવી છે. આ મહિલા અને વુમન એમ્પાવરમેન્ટને સિદ્ધ કરવા બિઝનેશ શરુ કર્યો છે
આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે અમે તમને મળાવીશું એક એવી મહિલા સાથે કે જેને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત વુમન એમ્પાવરમેન્ટને સિદ્ધ કરવા એક એવો વ્યવસાય શરુ કર્યો કે, જ્યાં ક્યારે પણ મહિલા ન પહોચી હોય રાજકોટના અંજુ પાઉંએ ચાર માસ પહેલા ૧ ઓક્ટોબર ૨૦૧૮થી પીકઅપ માય લોન્ડ્રીનો પ્લાન્ટ સ્થાપી બિઝનેશ શરુ કર્યો છે. અંજુ પાઉંની ટીમ ડોર ટુ ડોર જઇ લોન્ડ્રી માટેના ક્લોથ કલેક્શન કરી તેણે વોશિંગ કરી બાદમાં સ્ટીમ પ્રેસ કરી પરત ગ્રાહકોને પહોચાડે છે. લોન્ડ્રીના બિઝનેશમાં પુરુષોનું વર્ચસ્વ છે. પરંતુ અંજુ પાઉંએ સમગ્ર પ્લાન્ટનું સંચાલન કરી આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરત: 54 વિદ્યાર્થીઓ હવે આપી શકશે પરીક્ષા, સરાકારે આ પ્રકારની કરી વ્યવસ્થા
પીકઅપ માય લોન્ડ્રી કેવી રીતે કરે છે કામ ?
રાજકોટના એક સામાન્ય પરિવારમાંથી આવતી અંજુ પાઉં સંચાલિત પીકઅપ માય લોન્ડ્રીની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરે છે અને ડોર ટુ ડોર ગ્રાહકોના કપડાને એકત્રિત કરી ટેકનોલોજીની મદદથી એપ્લીકેશનનો ઉપયોગ કરી ટેગિંગ કરી પ્લાન્ટ ખાતે લઇ જઇ વોશિંગ કરી બાદમાં સ્ટીમ પ્રેસ કરી પરત ગ્રાહકો સુધી પહોચાડે છે. અંજુ પાઉં દ્વારા ૫ મહિલાઓની ટીમ અને ૫ ગ્રાહકોથી શરુ કરેલ બિઝનેશ આજે ૪ મહિનાના ના ટુકા સમયમાં ૨૫ મહિલા ટીમ સાથે ૫૦૦ ગ્રાહકો સુધી પહોચી ગયા છે.
- સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત
- વુમન એમ્પાવરમેન્ટને મળ્યો વેગ
- રાજકોટની મહિલાએ લોન્ડ્રીનો પ્લાન્ટ કર્યો શરુ
- પીકઅપ માય લોન્ડ્રી સાથે ડોર ટુ ડોર આપવામાં આવે છે સર્વિસ
- પીકઅપ માય લોન્ડ્રીની ટીમ પણ છે મહિલાઓની
અંજુ પાઉં દ્વારા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પોતાનો બિઝનેશ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો છે તેની પાછળનું એક કારણએ પણ છે કે અહિયાં આગળના વિસ્તારમાં વસ્તી કેટલીક મહિલાઓ મજુરી કામ કરી ગુજરાન ચલાવતી હતી તેવામાં મહિલાઓ ને મજુરી કામ ન કરવું પડે અને પોતાના ઘરમાં કરતી હોય તેવું કામ ઓછી મહેનતથી કામ કરી અને સારું વેતન મેળવી ગુજરાન ચલાવી શકે. અહિયાં આગળ કામ કરતી મહિલાઓ પણ એક સેફટી અનુભવે છે અને સાથે જ પારિવારિક માહોલમાં કામ કરતી હોવાનું જણાવી રહી છે. મહિલાઓને પ્રતિ દિવસ 100 થી 150 રૂપિયા મજુરી મળતી હતી. પરંતુ અંજુબેન દ્વારા આ મહિલાઓને માસિક ૧૨૦૦૦ વેતન આપવામાં આવી રહ્યું છે.
ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર સીટો પર કોંગ્રેસેના ઉમેદવાર જાહેર
સૌરાષ્ટ્રમાં વુમન એમ્પાવરમેન્ટને વેગ આપવા અંજુ પાઉં દ્વારા અમદાવાદ અને વડોદરા ખાતે તાલીમ મેળવવામાં આવી હતી. અને બાદમાં તેણે સૌરાષ્ટ્રમાં પ્રથમ રાજકોટના શાપર ખાતે પ્લાન્ટ શરુ કર્યો છે. હાલમાં અંજુ પાઉં દ્વારા આ પ્લાન્ટ માં ૩૦ કિલોથી લઇ ૭૫ કિલો સુધીના વોશિંગ મશીનરી વસાવી શરૂઆત કરી છે. સાથે જ હજુ પણ કેટલીક મશીનરી વસાવી ટુંક સમયમાં આ બિઝનેશને વેગ આપશે. અંજુ પુનું સપનું છે કે તેઓ આ બિઝનેશને ખુબ આગળ વધારશે અને વધુ ને વધુ મહિલાઓને સાથે જોડી સમાજ ને એક આગવું ઉદાહરણ પૂરું પાડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે