ઘોર કળિયુગ! પિતાએ સગી દીકરી પર નજર બગાડી, માતાએ આબરૂ બચાવવા પતિનું કાસળ કાઢ્યું
માળીયાના જુના અંજીયાસર ગામે જે હત્યાનો બનાવ બનેલ હતો તેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (55)એ તેની જ સગી દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવરએ તેઓને ચા અને શાકમાં બેભાન કરવા માટેની ટીકડીઓ નાખી હતી
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી જિલ્લાના માળીયા (મી)ના જુના અંજીયાસર પિતાએ તેની સગી દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી કરીને માતાએ તેની દીકરીની આબરૂ બચાવવા માટે મન બનાવી લીધું હતું. મહિલાએ તેના જ પતિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તે મહિલાએ તેના પતિને ચા અને શાકમાં ઘેનની દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ મહિલાએ તેના પતિને ગળાટુંપો આપીને હત્યા કરી નાખી હતી.
હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા માટે મહિલાએ તેના સગા ભાઈને સાથે રાખ્યો હતો. જો કે, હત્યાના આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિની હત્યા કરનાર મહિલા અને મૃતકના સાળાની ધરપકડ કરી છે. માળીયા તાલુકાનાં જુના અંજીયાસરથી ફતેપર તરફ જવાના કાચા રસ્તે મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ પાસે કાચા રોડ ઉપર તલાવડામાં ગળે ચુંદડી બાંધીને મોટરસાયકલની એંગલ સાથે તે ચુંદડી બાંધેલ હાલતમાં આધેડની લાશ મળી આવી હતી.
જો કે, બનાવ શંકાસ્પદ લાગતો હોવાથી પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા આધેડની હત્યા કરીને તેની લાશને ત્યાં પુરવાનો નાશ કરવા માટે ફેંકવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને મૃતકના દીકરા સાહિલભાઈ હાજીભાઈ મોવરની ફારીયાદ લઈને મૃતકની પત્ની શેરબાનુ હાજીભાઈ મોવર અને સાળા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરેલ છે.
માળીયાના જુના અંજીયાસર ગામે જે હત્યાનો બનાવ બનેલ હતો તેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (55)એ તેની જ સગી દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવરએ તેઓને ચા અને શાકમાં બેભાન કરવા માટેની ટીકડીઓ નાખી હતી અને ત્યાર બાદ તે બેભાન થઈ જતા તેને ચુંદડી વડે ગળાટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી.
ત્યારબાદ મહિલાએ તેના સગા ભાઈ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડને બોલાવતા તે રિક્ષા લઈને આવ્યો હતો અને ત્યાર બાદ મૃતક હાજીભાઈની બોડીને રિક્ષામાં લઈને મચ્છુ નદીના તલાવડા પાસે ફેંકી ગયા હતા. અને હત્યાનો બનાવ અકસ્માતમાં ખપાવવા માટેનો પ્રયાસ કર્યો હતો જો કે, ફોરેન્સિક પીએમમાં આધેડની હત્યા પહેલ કરીને પછી લાશ ત્યાં ફેંકી હોવાનું સામે આવતા ભાંડો ફૂટી ગયો હતો.
દરેક સબંધો મર્યાદા જરૂરી છે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, સગી દીકરી ઉપર નજર બગાડનારા પિતાને તે દીકરીની માતાએ મોતને ઘાટ ઉતારી દીધેલ છે અને માતા તેમજ મામાની હત્યાના ગુનામાં પોલીસે ધરપકડ કરેલ છે જેથી કરીને આ બનાવથી પરિવારનો માળો વેરવિખેર થઈ ગયેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે