ખોડલ માતાજીના મંદિરના કૂવાનું પાણી છે ચમત્કારિક, દૂર થાય છે પેટના રોગો, જાણો કયાં આવેલી છે આ જગ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામમાં એક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં દર પૂનમે મોટી સંખ્યામાં  ભક્તો દર્શન કરવા પહોંચે છે. આ મંદિર પાસે એક કૂવો આવેલો છે. કહેવામાં આવે છે કે આ કૂવાનું પાણી પીવાથી પેટના તમામ રોગો દૂર થઈ જાય છે. 
 

ખોડલ માતાજીના મંદિરના કૂવાનું પાણી છે ચમત્કારિક, દૂર થાય છે પેટના રોગો, જાણો કયાં આવેલી છે આ જગ્યા

અમદાવાદઃ રાજ્યમાં આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે. આ સાથે કેટલીક એવી જગ્યાઓ હોય છે ત્યાં ચમત્કાર જોવા મળતો હોય છે. આવી એક જગ્યા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવરિયા ગામમાં આવેલી છે. આ ગામમાં આશરે 1500 વર્ષ જૂનું ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ જગ્યાએ એક ચમત્કારીક કૂવો પણ આવેલો છે. આ કૂવાનું નામ સાણ કૂવો છે. કહેવામાં આવે છે કે આ કૂવાનું પાણી એકવાર પીવો તો પેટના તમામ રોગ મટી જાય છે. આ કૂવાનું પાણી સ્વાદમાં થોડું ખારૂં હોય છે. 

લખતર તાલુકાના દેવળીયા ગામે દર પૂનમે માઇ ભક્તો માટી સંખ્યામાં દર્શન માટે આવે છે. જ્યારે પોષ મહિનાની પૂનમનો મહિમા વધારે હોવાને કારણે ખોડિયાર માતાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડે છે. આ મંદિરમાં પૂનમના દિવસે અનોખો માહોલ જોવા મળે છે. ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરે છે અને આ કૂવાનું પાણી પીવે છે. લોકો અહીં માનતા પણ રાખે છે. અહીં દર્શને આવતા લોકોના દુખ મા ખોડિયાર દૂર કરે છે. કહેવામાં આવે છે કે આ કૂવાનું પાણી હંમેશા સ્વચ્છ રહે છે. અહીં આવતા ભક્તો ચોક્કસ આ કૂવાનું પાણી પીવે છે. 

શરીરની બીમારી થાય છે દૂર
આ કૂવાના ચમત્કાર વિષે એવું કહેવાય છે કે જે લોકો આ ચમત્કારિક કૂવાનું પાણી પીવે તેમના શરીરમાંથી બધી જ બીમારીઓ દૂર થઇ જતી હોય છે. આ કારણોસર ખોડિયાર માતાજીના આ મંદિરમાં ભક્તો ચમત્કારિક કૂવાનું પાણી પીવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે માનતા પણ રાખતા હોય છે.

અતૂટ શ્રધ્ધા ધરાવતા ભક્તો અહીં ખરા દિલથી માતાજીની પૂજા અને ભક્તિ કરતાં હોય છે. માતાજી પણ તેના ભકતોથી પ્રસન્ન થઈને તેના પર આશીર્વાદ વરસાવે છે અને તેની તમામ તકલીફ દૂર કરે છે. આથી મંદિર માં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. લોકો ભક્તિના રંગમાં રંગાઈને જીવન ની સાચી રાહ મેળવતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news