થાઇલેન્ડમાં ઇન્ટરનેશલ થ્રો બોલ સ્પર્ધામા આ બે ગુજ્જુ ખેલાડીઓ જીત્યા ગોલ્ડ

થાઇલેન્ડમાં યોજાયેલ ઇન્ટરનેશલ થ્રો બોલ સ્પર્ધામા ભારતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

થાઇલેન્ડમાં ઇન્ટરનેશલ થ્રો બોલ સ્પર્ધામા આ બે ગુજ્જુ ખેલાડીઓ જીત્યા ગોલ્ડ

મૌલિક ધામેચા/અમદાવાદ: થાઇલેન્ડમાં યોજાયેલ ઇન્ટરનેશલ થ્રો બોલ સ્પર્ધામા ભારતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ગોલ્ડ મેડલ ગાંધીનગરના બે યુવાનોએ અપાવી ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તર રોશન કર્યું છે. ગાંધીનગરના પૂર્ણાંક પટેલ અને તનવીર રાણા છેલ્લા ઘણા સમયથી આ માટે પ્રેક્ટીસ કરતા હતા જેનું આ પરિણામ દેશનું નામ રોશન કરવા કામે આવ્યું છે. થાઈલેન્ડમાં યોજાયેલી આ ઇન્ટરનેશલ સ્પર્ધામા ત્રણ દેશો વચ્ચે રસાકસીભરી આ મેચ હતી.

Throw-ball

ગાંધીનગરના બે યુવાનોએ જીત્યો ગોલ્ડ
થાઇલેન્ડમાં યોજાયેલ ઇન્ટરનેશલ થ્રો બોલ સ્પર્ધાની ફાઇનલમાં ભારતની શાનદાર જીત થઇ હતી. ભારતનું નામ રોશન કરનાર આ બને યુવાનોનુ અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વગત કરવામા આવ્યુ હતુ. આ બનેની સફળતાને લીધે લોકોએ તેમજ પરિવાર જનોએ તેમનુ સ્વાગત કરીને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી એક રેલી નુ પણ આયોજન કર્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news