ગુજરાતના ત્રણ નેતાઓનો મોદી સરકારના મંત્રી મંડળમાં થયો સમાવેશ

લોકસભાની ચૂંટણીમાં જંગી વિજય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા મંત્રીઓના શપથવિધી સમારોહમાં મોદીના મંત્રી મંડળમાં ગુજરાતના ત્રણ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિતશાહનો પણ સમાવેશ થાય છે. 

ગુજરાતના ત્રણ નેતાઓનો મોદી સરકારના મંત્રી મંડળમાં થયો સમાવેશ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં જંગી વિજય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા મંત્રીઓના શપથવિધી સમારોહમાં મોદીના મંત્રી મંડળમાં ગુજરાતના ત્રણ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિતશાહનો પણ સમાવેશ થાય છે. 

મનસુખ માંડવિયા હાલ રાજ્યકક્ષાના પરિવહન મંત્રી એમને સ્વતંત્ર પ્રભાર મળ્યો છે. મનસુખ માંડવિયાને મંત્રી મંડળમાં પ્રમોશન મળ્યું છે અને તેમને મંત્રી મંડળમાં સ્વતંત્ર પ્રભાર સોપવામાં આવ્યો છે. મહત્વનું છે, કે અત્યાર સુધી માંડવિયા રાજ્યકક્ષાના મંત્રી હતા. અને તેમને હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભાર સોપવામાં આવ્યો છે.

રૂપાલાને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન
વડાપ્રધાન મોદીના નજીકના ગણાતા એવા પુરષોત્તમ રૂપાલાને પણ વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ગત સરકારમાં પણ તેઓ મોદીના મંત્રી મંડળના રાજ્યસભાના મંત્રી હતા અને આ વખતે પણ તેમને રાજ્યસભાના મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.

અમિત શાહ બન્યા નવા કેબિનેટ મંત્રી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી જંગી લીડથી વિજયી થયેલા અમિત શાહને પણ મોદી સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. અમિત શાહને મોદીના મંત્રી મંડળમાં સૌથી મહત્વની જવાબદારી સોપાવમાં આવી શકે છે. અમિતશાહને મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળવાથી હવે ભાજપે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો ચહેરો જોવા મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news