તંત્ર કોંગ્રેસને પણ સેવા કરવાનો મોકો આપે, 'રેમડેસિવર' નો જથ્થો આપવા કલેક્ટરને રજૂઆત

તંત્ર કોંગ્રેસને પણ સેવા કરવાનો મોકો આપે, 'રેમડેસિવર' નો જથ્થો આપવા  કલેક્ટરને રજૂઆત

* કોંગ્રેસ તંત્રની પડખે ઉભવા તૈયાર
* આ સુપર સિક્સ મુદ્દા બદલશે સ્થિતિ ?

ગૌરવ દવે/રાજકોટ : રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોરોના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા ન હોવાથી દર્દીઓનાં સગા સબંધીઓ કતારમાં ઉભેલા જોવા મળે છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે જીલ્લા કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, રાજકોટ કોંગ્રેસને પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપો જેથી સુરતની જેમ અમેં પણ વિતરણ કરી શકીએ. સાથે જ કોરોનાનું સંક્રમણ વધતા અલગ અલગ છ મુદ્દાઓની તાત્કાલીક અમલી કરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. 

રાજકોટની કોરોનાની સ્થિતી ગંભીર બનતા કોંગ્રેસ એક્શનમાં આવી છે. આજે જીલ્લા કલેક્ટર રેમ્યા મોહનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહિલા મોરચાનાં અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ ઉપ પ્રમુખ ડો. હેમાંગ વસાવડા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને રાજકોટ મનપાનાં પૂર્વ વિપક્ષ નેતા વસરામ સાગઠીયા સહિતાનાં કોંગ્રેસનાં આગેવાનો મળ્યા હતા. કોરોનાની સ્થિતીને કાબુમાં કરવા માટે કોંગ્રેસ સાથ અને સહકાર આપવા તૈયાર હોવાની તૈયારી દર્શાવી હતી અને છ મુદ્દાઓની જીલ્લા કલેક્ટરને તાત્કાલિક અમલીકરણ કરવા અપિલ કરી હતી. 

કોંગ્રેસનાં આ છ મુદ્દાની ક્યારે થશે અમલવારી?
1) રેમડેસવીર ઇન્જેક્શનની કાળાબજારી : રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી અટકાવવામાં આવે અને રેમડેસવિર માટે મધ્યસ્થ વિસ્તરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઓનલાઈન અને વોટ્સએપ મારફત રજીસ્ટ્રેશન કરવામાં આવે અને ક્રમાનુસાર એસ.એમ.એસ. મારફત બોલાવી ઈન્જેકશન વિતરણ ગોઠવાય.
2) બેડની વ્યવસ્થા કરો  : હોસ્પિટલમાં દર્દીઓને સુવા માટે પથારી મળતી નથી. સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. શહેરના તમામ હોમને કોરોનાના દર્દીઓ દાખલ કરવાની મંજુરી આપવામાં આવે. જેથી જરૂરિયાત મંદ દર્દીને ત્વરિત પથારી મળી રહે અને ઓક્સિજન મળી રહે. 
3) ધાર્મિક સ્થળોને કોવિડ સેન્ટર બનાવો : સરકારી બિલ્ડીંગ અને ધાર્મિક સ્થળોએ કોવીડ સેન્ટર ખોલી અમુક ખાનગી હોસ્પિટલની લુંટફાટ બંધ કરાવવામાં આવે. 
4) મિટીંગોમાં ડોક્ટર અને સંસ્થાઓનો જોડો  : કોરોના અંગેની મિટીંગો યોજવામાં આવે તેમાં માત્ર ભાજપનાં આગેવાનોને જ નહિં પરંતુ ડોક્ટરો અને સામાજીક સંસ્થાઓને પણ જોડો. મિડીયાને બેઠકમાં એન્ટ્રી આપો જેથી શું નિર્ણય લેવાય છે તેની માહિતી સમાજને મળે. 
5) 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનું રાજકારણ  : ગુજરાતની જનતા રેમડેસીવીર ઈન્જેકશન માટે વલખા મારે છે. ભાજપ પ્રમુખ ૫૦૦૦ ઈન્જેકશન નો જથ્થો ગેરકાયેદસર રીતે ભેગો કરી સુરતમાં ભાજપનાં કાર્યાલયે થી રેમડેસીવીર ઈન્જેકશનનું વિતરણ કરે છે. જે ભારતીય ઔષધ ધારાની કલમોનો સરેઆમ ભંગ છે આ બાબતની તપાસ કરી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને જવાબદાર અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે.
6) મોતનો મલાજો જાળવો : કોરોનાની સારવારમાં જરૂરી તમામ દવાઓ, ઓક્સિજન ની ખૂટ ન પડે તે બાબત નું નિયમન કરવું અને કોરોનાથી મૃત્યુ થયેલ ની અંતિમક્રિયા માટે સ્મશાન અને સબ-વાહિની ની સુવિધા માં વધારો કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news