પ્રેમની અદ્ભુત દાસ્તાન, પત્નીના વિયોગમાં પતિએ કર્યો અનોખો સંકલ્પ

કળિયુગમાં એક પતિની પોતાની પત્ની પ્રત્યેના પ્રેમની અદભુત શ્રદ્ધા જોવા મળી છે. આ કિસ્સો ગુજરાતના બોટાદ જિલ્લાના ઢસા ગામમાં રહેતા એક વેપારીનો છે. ઢસા ગામમાં રહેતા વેપારી રણજીતભાઈ રણછોડભાઈ ગોલેતરે કોરોના કાળમાં પોતાની પત્નીને ગુમાવી હતી

પ્રેમની અદ્ભુત દાસ્તાન, પત્નીના વિયોગમાં પતિએ કર્યો અનોખો સંકલ્પ

ઉદય રંજન, અમદાવાદ: પ્રેમ શું છે? જો તમે આજના યુવાઓને પૂછશો તો ભાગ્યે જ કોઈ તમને સાચા પ્રેમનો અર્થ સમજાવી શકશે. આજના યુવાઓ માટે દરરોજ એકબીજાને મળવું, સાથે હરવું-ફરવું અને એકબીજાને I Love You કહેવું બસ આજ પ્રેમ છે. એવામાં જો પ્રેમની વાત કરવામાં આવે તો સૌથી પહેલા લોકો તાજ મહેલને યાદ કરશે. કારણ કે, તાજ મહેલ મોગલ શાસક શાહજહાં દ્વારા તેમની બેગમ માટે બનાવેલું એક એવું પ્રેમનું પ્રતીક છે. જેના થકી આજે પણ શાહજહાંનો પ્રેમ જીવંત છે. ત્યારે ગુજરાતના એવા જ એક શખ્સનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો છે. જે પોતાની પત્નીનું કોરોના કાળમાં નિધન થતાં તેમની આત્મની શાંતિ માટે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાએ ચાલીને નિકળ્યા છે.

કળિયુગમાં એક પતિની પોતાની પત્ની પ્રત્યેના પ્રેમની અદભુત શ્રદ્ધા જોવા મળી છે. આ કિસ્સો ગુજરાતના બોટાદ જિલ્લાના ઢસા ગામમાં રહેતા એક વેપારીનો છે. ઢસા ગામમાં રહેતા વેપારી રણજીતભાઈ રણછોડભાઈ ગોલેતરે કોરોના કાળમાં પોતાની પત્નીને ગુમાવી હતી. કોરોનામાં પત્નીને ગુમાવ્યા બાદ તેમની આત્માની શાંતિ માટે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાએ ચાલીને નિકળ્યા છે.

રણજીતભાઈ ગોલેતરે 18 જૂન 2022 ના રોજ ઉઘાડા પગે 12 જ્યોતિર્લિંગ ઉપરાંત 4 ધામની પદ યાત્રા શરૂ કરી હતી. રણજીતભાઈ અત્યાર સુધીમાં 7 જ્યોતિર્લિંગ અને એક ધામની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે. જોકે, હવે તેઓ આગળના બાકીના સ્થળ જેમાં 5 જ્યોતિર્લિંગ અને 3 ધામની યાત્રી પર નિકળી ગયા છે. રણજીતભાઈએ આ યાત્રાની શરૂઆથ વેરાવળ-સૌરાષ્ટ્રના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામથી કરી હતી.

ત્યારબાદ તેઓ આગળ વધતા ચાર ધામમાંથી એક ધામ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ જામનગર નજીક નાગેશ્વર જ્યોર્તિર્લિંગ, મધ્યપ્રદેશના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને ભીમા શંકર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે. જોકે, અહીંથી તેઓ આગળ વધતા આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહોંચશે.

ત્યાર પછી તમિલનાડુમાં સ્થિત રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરશે. તેમને જણાવી દઈએ કે ચાર ધામમાંથી આ પણ એક ધામ છે. ત્યાંથી આગળ વધતા ચાર ધામમાંથી વધુ એક ધામ જગન્નાથ પુરીના દર્શને કરશે. ત્યાંથી તેઓ ઝારખંડના દિઓધર સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા તેમની યાત્રા આગળ વધારશે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત કાશિ વિશ્વનાથ જ્યોતિર્લિંગ પહોંચશે.

ત્યારબાદ તેઓ હરિદ્વાર થઈને ચાર ધામમાંથી અંતિમ ધામ બદ્રીનાથ પહોંચશે અને અંતમાં ઉત્તરાખંડના કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી યાત્રા પૂર્ણ કરશે. આ યાત્રા પૂર્ણ કરવામાં તેમને હજી 12 મહિના જેટલો સમય લાગશે. રણજીતભાઈ તેમની સાથે સાયકલ અને જરૂરિયાતનો સામાન લઈને નીકળ્યા હતા. આ યાત્રા દરમિયાન તેઓ સાયકલ પર સામાન રાખે છે અને પોતે પગપાળા યાત્રા પૂર્ણ કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રણજીતભાઈ જાતે જમવાનું પણ બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news