ભાભીએ જેઠને કહ્યું મારો પતિ તો મુંગો છે તમે મારી સાથે રોમેન્ટીક વાતો કરો અને...

બનાસકાંઠાના દાંતીવાડાના શેરગઢ ગામે સગાભાઇએ જ પોતાના મોટા ભાઈની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોતાની પત્ની સાથે મોટાભાઈને આડા સંબંધો હોવાનો વહેમ રાખી તકરાર કર્યા બાદ રાત્રે નિંદ્રાધીન મોટાભાઈને માથામાં પાવડાના ઘા મારી હત્યા કરી નાનોભાઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસે મૃતકની લાશને પી એમ અર્થે ખસેડી ગણતરીના કલાકોમાં મુકબધીર હત્યારા ભાઈને ઝડપી જેલના હવાલે કર્યો છે.

ભાભીએ જેઠને કહ્યું મારો પતિ તો મુંગો છે તમે મારી સાથે રોમેન્ટીક વાતો કરો અને...

અલ્કેશ રાવ/દાંતીવાડા : બનાસકાંઠાના દાંતીવાડાના શેરગઢ ગામે સગાભાઇએ જ પોતાના મોટા ભાઈની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોતાની પત્ની સાથે મોટાભાઈને આડા સંબંધો હોવાનો વહેમ રાખી તકરાર કર્યા બાદ રાત્રે નિંદ્રાધીન મોટાભાઈને માથામાં પાવડાના ઘા મારી હત્યા કરી નાનોભાઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસે મૃતકની લાશને પી એમ અર્થે ખસેડી ગણતરીના કલાકોમાં મુકબધીર હત્યારા ભાઈને ઝડપી જેલના હવાલે કર્યો છે.

અત્યારના ઘોર કળિયુગમાં સંબંધોનું ખૂન કરતી હોવાની વધુ એક દાંતીવાડાના શેરગઢ ગામમાં બની છે. શેરગઢ ગામમાં 42 વર્ષીય રતુભાઈ દેવીપૂજક તેમના મુકબધીર 38 વર્ષીય નાનાભાઈ ભરતભાઈ દેવીપૂજક અને તેના પરિવાર જોડે પોતાના માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહીને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. મૃતક રતુભાઈની તેમની પત્ની સાથે 10 વર્ષ અગાઉ જ છુટાછેડા થઈ ગયા હતા. જોકે ગતરાતે મૃતક રતુભાઈ ખોદભાઈ દેવીપૂજક, ભરતભાઈ તેમજ ભરતભાઈની પત્ની ગીતાબેન અને તેનો પુત્ર ઘરે હતા. ત્યારે ભરતભાઈએ પોતાના મોટાભાઈને તેની પત્ની ગીતાબેનને આડો સંબધ છે તેવો વહેમ કરીને રતુભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ જ્યારે રાત્રે રતુભાઈ ખાટલામાં સુતા હતા ત્યારે ભરતભાઈએ પોતાના નિંદ્રાધીન મોટાભાઈ રતુભાઈ દેવીપૂજકના માથાના ભાગે ઉપરાઉપરી પાવડાના ઘા મારી તેમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. 

જેથી બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા જ દાંતીવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યાર બાદ એફએસએલની ટિમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકની લાશને પીએમ અર્થે પાંથાવાડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. સગા મોટાભાઈની હત્યા કરનાર મુકબધીર હત્યારા ભાઈ ભરત દેવીપૂજકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news