છેલ્લા અનેક ચોમાસાઓથી ભાવનગર-અમરેલી જિલ્લાના માર્ગો બિસ્માર, હવે તો રોડ શોધવો મુશ્કેલ
Trending Photos
કેતન બગડા/અમરેલી: સાવરકુંડલા - ખાંભાના મુખ્ય માર્ગ ઉપર વરસાદને લઈને મોટા ગાબડા પડી જતા રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યોં છે. પાંચ કિલોમીટરના રરતા ઉપર ઠેર ઠેર ગાબડા પડતા લોકો પરેશાન થઈ ગયા છે. સાવરકુંડલા - ખાંભા ગામને જોડતો મુખ્ય માર્ગ વરસાદ આવતાની સાથે જ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરને જોડતા મુખ્ય માર્ગ હોય તેના ઉપર મસમોટા ગાબડા પડી જતા હોય છે.
રાહદારી કે વાહન ચાલકને મગરની પીઠ સમા રસ્તા ઉપર થઈને પસાર થવું પડતું હોય છે.જેને લઇને વાહનચાલકો પરેશાન થઈ જતા હોય છે. સાવરકુંડલા અને ખાંભા ને જોડતો મુખ્ય માર્ગ હાલ બિસ્માર બની ગયો છે. આ મુખ્ય માર્ગો ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકો પણ પરેશાન થઈ ગયા છે. આ બાબતે સ્થાનિક લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી આ રસ્તા રીપેર નથી થયા.
સાવરકુંડલા ખાંભાને જોડતો મુખ્ય માર્ગ ઉપર ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીને લઇને અનેક જગ્યાએ ગાબડાં પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાંચ કિલોમીટર જેટલા ગાબડા વાળા રસ્તા ઉપર પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ધજડી ગામના સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી પરંતુ છેલ્લા બે વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે. અહીંથી પસાર થતાં રિક્ષાચાલકો તેમજ વાહન ચાલકો બિસ્માર રસ્તાથી પરેશાન થઈ ગયા છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા લોકોને હોસ્પિટલના કામ માટે જવાનું હોય ત્યારે આ રસ્તાઓ માથાના દુખાવા સમાન બની જાય છે અને સમયસર હોસ્પિટલમાં પહોંચી પણ નથી શકાતું. ખાંભા સાવરકુંડલા હાઈવે પર અસંખ્ય વાહનો પસાર થાય છે પરંતુ હજુ સુધી આ રસ્તાઓ પર પડેલા ગાબડા નું કામ કરવામાં નથી સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે કે આ મુખ્ય માર્ગને તાત્કાલિક રીપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો ના કરવો પડે.સાવરકુંડલા ખાંભા મુખ્ય માર્ગ ઉપર અસંખ્ય ગામડાં પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તંત્રના અનેક વખત રજુઆત કરવા છતાં હજુ સુધી સાવરકુંડલા ખાંભા ના મુખ્ય માર્ગ ઉપર પડેલ ગાબડાનું કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે