પોલીસની તુમાખી માસ્કના નામે દંડના બદલે 'દંડા', વેપારીઓએ લગાવ્યા ગંભીર આક્ષેપ
માસ્કના દંડ લઈ વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ કિસ્સાઓ વધી રહ્યા છે. કાલુપુર પોલીસ બાદ હવે ખાડિયા પોલીસે માસ્ક બાબતે વેપારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. શનિવાર રોજ સારંગપુર ફૂટવેર બજારમાં એક દુકાનમાં ગ્રાહક માસ્ક પહેર્યું નહોતું. જેથી પોલીસે દંડ લેવા ગઈ જે વાત લઈ વેપારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. માસ્ક ન પહેર્યું હોવાથી દુકાનમાં રહેલ ગ્રાહક અને વેપારીઓના પોલીસે ફોટા પાડી દંડ ઉઘરાવી રહ્યા હતા. જો કે દંડ નહિ ભરવાની આનાકાનીમાં વેપારી સહિત ચાર લોકો પોલીસ ચોકી પર લઈ જઈ પોલીસે ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે.
Trending Photos
ઉદયરંજન/અમદાવાદ : માસ્કના દંડ લઈ વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ કિસ્સાઓ વધી રહ્યા છે. કાલુપુર પોલીસ બાદ હવે ખાડિયા પોલીસે માસ્ક બાબતે વેપારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. શનિવાર રોજ સારંગપુર ફૂટવેર બજારમાં એક દુકાનમાં ગ્રાહક માસ્ક પહેર્યું નહોતું. જેથી પોલીસે દંડ લેવા ગઈ જે વાત લઈ વેપારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. માસ્ક ન પહેર્યું હોવાથી દુકાનમાં રહેલ ગ્રાહક અને વેપારીઓના પોલીસે ફોટા પાડી દંડ ઉઘરાવી રહ્યા હતા. જો કે દંડ નહિ ભરવાની આનાકાનીમાં વેપારી સહિત ચાર લોકો પોલીસ ચોકી પર લઈ જઈ પોલીસે ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારીઓ દ્વારા પોલીસ પર અતિગંભીર પ્રકારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. જો કે આ અંગે તપાસ કરવા માટે આવેલા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાએ જણાવ્યું કે, હાલ સરકાર કોરોના મહામારીને ધ્યાને રાખીને જે પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે તે અંગે કાર્યવાહી ચાલી રહી છે. તેમ છતા વેપારીઓ દ્વારા જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે તેની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. સમગ્ર મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. તમામ લોકોને ન્યાય મળી રહે તેવો પ્રયાસ કરીશું.
પોલીસનું વેપારી સાથે આ વર્તન લઈને સારંગપુર ફૂટવેર બજારમાં 250 થી વધુ દુકાનો સ્વંયભુ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવી વેપારીઓને સમજાવ્યા હતા અને બાંયધરી આપી હતી કે પોલીસ દ્વારા આ રીતનું વર્તન નહિ કરવામાં આવે. ત્યારે વેપારી માર મારનાર પોલીસ કર્મીઓની તપાસ કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે દુકાનમાં રહેલ વેપારીઓ માસ્ક પહેરતા ન હોવાથી પોલીસ સાથે ઘર્ષણના બનાવ બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે