મની લોન્ડ્રિંગ કેસમાં પાકિસ્તાનના નેતા વિપક્ષ તથા પૂર્વ પીએમના ભાઈ શહબાઝ શરીફની ધરપકડ


પાકિસ્તાનના ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો (NAB)એ શાહબાઝને લાહોરના ડિટેન્શન સેન્ટરમાં લઈ ગયા હવે તેમની રિમાન્ડ માટે એનએબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

મની લોન્ડ્રિંગ કેસમાં પાકિસ્તાનના નેતા વિપક્ષ તથા પૂર્વ પીએમના ભાઈ શહબાઝ શરીફની ધરપકડ

લાહોરઃ પાકિસ્તાનના નેતા વિપક્ષ અને પીએમએલ-એનના અધ્યક્ષ શહબાઝ શરીફની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. શહબાઝ શરીફ પર 7 અબજ રૂપિયા (41.9 મિલિયન અમેરિકી ડોલર)ના મની લોન્ડ્રિંગનો કેસ નોંધાયેલો છે. જેને સોમવારે લાહોર હાઈકોર્ટે શાહબાઝની જામીન અરજી નકારી દીધી હતી. 

પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ શહબાઝને કોર્ટ પરિસરમાં કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં પીએમએલ-એનના કાર્યક્રર્તા સુનાવણી દરમિયાન એકત્રિત થયા હતા. 

પાકિસ્તાનના ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો (NAB)એ શાહબાઝને લાહોરના ડિટેન્શન સેન્ટરમાં લઈ ગયા હવે તેમની રિમાન્ડ માટે એનએબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

ઇમરાન ખાન સરકારે લગાવ્યા હતા ગંભીર આરોપ
મહત્વનું છે કે ઇમરાન સરકારે પાછલા સપ્તાહે 2008થી 2018 સુધી પંજાબના મુખ્યમંત્રીના કાર્યભાર સંભાળનાર 69 વર્ષીય શહબાઝ અને તેમના પરિવાર વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આંતરિક અને જવાબદારી પર પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સલાહકાર શહબાઝ અકબરે 23 સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે શાહબાઝ અને તેમના પુત્ર હમજા અને સલમાન નકલી ખાતા દ્વારા મની લોન્ડ્રિંગમાં સામેલ હતા. 

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે આ દિવસે થશે રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ ડિબેડ

અકબરે કહ્યુ કે, નાણાકીય  દેખરેખ એકમે શહબાઝના પરિવારના શંકાસ્પદોની સાથે 177 લેણદેણની જાણકારી મેળવી હતી ત્યારબાદ એનએબીએ તપાસ શરૂ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે શહબાઝ અને તેમના બાળકોની માલિકી વાળી કંપનીઓના કર્મચારીઓના માધ્યમથી અબજો રૂપિયા લૂંટવામાં આવ્યા. અકબરે શહબાઝ અને હમજા પર પાર્ટી ટિકિટ અને પસંદગીના પ્રોજેક્ટ બદલે કમીશન અને કમીશન લેવાનો પણ આરોપ લગાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ પહેલાથી જ ભ્રષ્ટાચારના મામલામાં દોષી સાબિત થયા છે. લાંબા સમયથી તેઓ પાકિસ્તાનની બહાર છે અને લંડનમાં રહે છે. નવાઝ શરીફને કોર્ટમાં હાજર થવાનું છે પણ લંડનથી પરત આવતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news