આ વિસ્તારમાં મેડિકલ સ્ટોર હોય તો સાવધાન! ભેજાબાજને ઝડપી ધડાધડ 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

માત્ર મેડિકલ સ્ટોરમાં જ ચોરી કરતા એક ભેજાબાજ ચોર ને અમદાવાદ શહેરની ઝોન એલસીબીની ટીમે ઝડપી પાડયો છે . આ ભેજાબાજ શખ્સ મેડિકલ સ્ટોરમાં હાથફેરો કરતો અને સાથે પોલીસ ઓળખ ન કરી શકે એ માટે થી સીસીટીવીના ડીવીઆર પણ ચોરીને જતો રહેતો હતો.

આ વિસ્તારમાં મેડિકલ સ્ટોર હોય તો સાવધાન! ભેજાબાજને ઝડપી ધડાધડ 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

ઉદય રંજન/અમદાવાદ: શહેરના ખાસ મેડિકલ સ્ટોરમાંથી જ ચોરી કરતો ચોરને પોલીસે પકડી પાડ્યો છે. મેડિકલમાં ચોરી થવાના બનાવો સામે આવતાં ઝોન 1 એલસીબી પોલીસે સતર્ક બનીને ચોરી કરતાં ભેજાબાજને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરતા ચોરે 6 ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. 

માત્ર મેડિકલ સ્ટોરમાં જ ચોરી કરતા એક ભેજાબાજ ચોર ને અમદાવાદ શહેરની ઝોન એલસીબીની ટીમે ઝડપી પાડયો છે . આ ભેજાબાજ શખ્સ મેડિકલ સ્ટોરમાં હાથફેરો કરતો અને સાથે પોલીસ ઓળખ ન કરી શકે એ માટે થી સીસીટીવીના ડીવીઆર પણ ચોરીને જતો રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરતા 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. અગાઉ પણ તેણે સંખ્યાબંધ ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે હવે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા પ્રયાસ શરૂ કર્યા છે.

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમાં ચોરી થવાના બનાવો સામે આવ્યા હતા. જે સંદર્ભે અલગ-અલગ પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝોન વન એલસીબી અને ઘાટલોડીયા પોલીસની ટીમને મહત્વની કડી મળી હતી. જે સંદર્ભે પોલીસે એક શખસની અટકાયત કરી છે. જે આરોપીનું નામ યોગેશ ગોરધનભાઈ પઢીયાર જાણવા મળ્યું હતું. આ સંદર્ભે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, તેને એક બે નહીં પણ સંખ્યાબંધ ચોરીઓને અંજામ આપ્યો હતો. તેણે તાજેતરમાં ઘાટલોડીયા વિસ્તારમાં ચોરી કર્યા હોવાની વિગત સામે આવતા બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે વધુ છ જગ્યાએ તેને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

આરોપી ઘાટલોડિયા, એલિસબ્રિજ, નારણપુરા, વસ્ત્રાપુર, વેજલપુર અને રામોલ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ સંદર્ભ પોલીસે તેની પાસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટેના પ્રયાસ કર્યો છે. આ અગાઉ પણ તને બીજી જગ્યાએ ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. આરોપીઓ એવું માનતો હતા કે મેડિકલ સ્ટોરમાં મોડી રાતે રોકડ રકમ વધારે હોય છે. એટલે તે મેડિકલ સ્ટોરને ખાસ ટાર્ગેટ બનાવતો હતો. તેની સાથે તે જ્યાં જ્યાં ચોરી કરતો હતો. તેના સીસીટીવી અને ડીવીઆરની પર ચોરી કરી જતો હતો જેનાથી જલદીથી તેની ઓળખ ના થાય અને પોલીસ પકડી ના શકે.

સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસને એક રીઢા ચોર ગિરફ્તમાં આવતાં વધુ ગુનાનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. રાતના અંધારામાં ચોરી કરતાં આવા શખ્સ સાથે કેટલાં લોકો સામેલ છે તે પણ પોલીસ તપાસમા ખુલશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news