7th Pay Commission: સપ્ટેમ્બરમાં 3% વધશે મોંઘવારી ભથ્થું! 20484 રૂપિયા વધી જશે પગાર
કેન્દ્ર સરકાર જલ્દી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપવાની છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં આ જાહેરાત કરવામાં આવી શકે છે.
Trending Photos
7th Pay Commission DA Hike: કેન્દ્રની મોદી સરકાર ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કરી શકે છે. ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને મળે છે. તો પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત મળે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024ના 50 ટકા થઈ ગયું હતું. ડીએ 50 ટકા સુધી પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક મહિનામાં અન્ય ભથ્થામાં પણ વધારો થયો છે. તેમાં હાઉસ રેન્ટ એલાઉન્સ પણ સામેલ છે. સામાન્ય રીતે સરકાર દર વર્ષે માર્ચ અને સપ્ટેમ્બરમાં ડીએ અને ડીઆરમાં વધારો કરે છે, પરંતુ વધારો જાન્યુઆરી અને જુલાઈથી લાગૂ માનવામાં આવે છે.
ડીએના વધારાનો આધાર ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સ (AICPI)હોય છે. પહેલા ડીએની ગણતરી 2001ના બેઝ યરની સાથે કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સનો ઉપયોગ કરી કરવામાં આવતી હતી. પરંતુ સપ્ટેમ્બર 2020થી સરકારે ડીએની ગણતરી માટે નવા બેઝ યર 2016ની સાથે એક નવા ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
મોંઘવારી ભથ્થાની ગણતરીની નવી ફોર્મ્યુલા
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે
DA% =(AICPI (બેઝ યર 2001= 100) છેલ્લા 12 મહિનાની એવરેજ- 115.76)/115.76)x 100
પબ્લિક સેક્ટરના કર્મચારીઓ માટે
DA% =(AICPI (બેઝ યર 2001= 100) છેલ્લા 3 મહિનાની એવરેજ - 126.33)/ 126.33)x 100
ડિસેમ્બર 2023થી જૂન 2024 સુધીના CPI-IW માં 2.6 પોઈન્ટનો વધારો થયો છે. જે 138.8થી વધી 141.4 થઈ ગયો છે. આ રીતે ડીએમાં વધારાની ટકાવારી 50.28 ટકાથી વધી 53.36 ટકા થવાની આશા છે.
આટલો વધી જશે પગાર
કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેનો બેઝિક પગાર 18000 રૂપિયા છે.
જુલાઈમાં રિવીઝન બાદ 3 ટકા ડીએ વધારાથી તેના પગારમાં કુલ 540 રૂપિયાનો વધારો થશે. તેનાથી તેના પગારમાં વાર્ષિક 6480 રૂપિયાનો વધારો થશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેનું બેઝિક વેતન 56900 રૂપિયા છે.
ડીએ રિવીઝન બાદ મંથલી સેલેરીમાં 1708 રૂપિયા અને વાર્ષિક 20484 રૂપિયાનો વધારો થશે.
ડીએ અને ડીઆરના 50 ટકાના મર્યાદા પાર કર્યા બાદ તે અટકળો લગાવવામાં આવી રહી હતી કે ડીએ અને ડીઆરને બેઝિક સેલેરીની સાથે જોડી દેવામાં આવશે. તેનાથી લાખોની સંખ્યામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના બેઝિક પેમાં વધારો થશે. પરંતુ સરકારે હજુ સુધી ડીએ અને ડીઆરના આ રિવીઝન પર કોઈ જાહેરાત કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે