સુરતમાં ચોંકાવનારી ઘટના! મહિલા ગાર્ડનના વોશરૂમમાં ગઈ અને જોતજોતામાં પુરુષ સાથે શરૂ થયો ખેલ...

સુરતમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓ ફરાર છે. ડભોલીમાં રત્નકલાકારને 7 લોકોની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. 

સુરતમાં ચોંકાવનારી ઘટના! મહિલા ગાર્ડનના વોશરૂમમાં ગઈ અને જોતજોતામાં પુરુષ સાથે શરૂ થયો ખેલ...

Surat Crime News: શહેરમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. રત્ન કલાકારને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવતા પોલીસે ત્રણની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા છે. રત્નકલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને રેપ કેસની ધમકી આપી બે લાખ રૂપિયાની માગણી કરી હતી. રત્નકલાકાર 70000 રૂપિયા આપવા તૈયાર હતો. ત્યારબાદ આરોપીઓએ રત્નકલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માગ્યા હતા અને અન્ય 2500 રૂપિયા પણ કઢાવી લીધા હતા. જે મામલે રત્નકલાકારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને નંદની પાંડવની ધરપકડ કરી છે. તે ઉપરાંત હરેશ હિતેશ સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. 

નંદીની નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી
શહેરના ડભોલીમાં સુકન સ્કાય એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધાર્મિક ઘનશ્યામભાઈ નાવડીયા હીરાના કારખાનામાં જોબ કરે છે. છ માસ પહેલાં ફેસબુક પર નંદીની નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી આપી હતી. વાતચીતમાં વિશ્વાસ કેળવી નંદીનીએ દવાખાનાના કામના બહાને ઓનલાઈન રૂપિયા 8 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ નંદીની વારંવાર રૂપિયાની માંગણી કરવા સાથે કાયમ નાઇટમાં જ કોલ કરતી હોવાથી મહિના પહેલા ધાર્મિકે તેને બ્લોક કરી દીધી હતી. 21મી તારીખે કોલ કરી વાત કરતા તેણે પાંચ મિનિટ મળવાની વાત કરી હતી. 

બળાત્કારનો ગુનો દાખલ કરવાની ધમકી 
યેનકેન પ્રકારે સહાનુભૂતિ કેળવી ઇસ્કોન સર્કલ પાસે ધાર્મિકને મળવા બોલાવ્યો હતો. અહીં ઈસ્કોન સર્કલ પાસે નંદીનીની સાથે અન્ય એક મહિલા તેના બે બાળકો સાથે જોવા મળી હતી. ત્યારબાદ નંદીનીએ નજીકમાં રોઝ ગાર્ડન પાસે લઇ જવાની વાત કરતા ધાર્મિક તેઓને ત્યાં લઈ ગયો હતો. અહીં ગાર્ડનમાં વોશરૂમમાં જવાના બહાને નંદીનીની બહેન ચંદા બે બાળકોને ત્યાંથી લઇ ગઇ હતી. આ સમયે અન્ય બે યુવકોએ ત્યાં ધસી આવી ધાર્મિકને દમદાટી-ધમકી આપી હતી તથા મોબાઈલ અને બાઈકની ચાવી લીધા બાદ બ્લેકમેલિંગ શરૂ કરાયું હતુ. નંદીનીની સાથે કેમ ફરે છે? એમ કહીં બળાત્કારનો ગુનો દાખલ કરવાની ધમકી આપી સમાધાન પેટે 2 લાખ માંગ્યા હતા. 

છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને નંદની પાંડવની ધરપકડ
તે સમય દરમિયાન ધાર્મિકે 20 હજાર જ મેનેજ કરી શકું એવી વાત કરતા આખરે તેઓ 70 હજાર રૂપિયામાં સેટલમેન્ટ કરવા તૈયાર થયા હતા. ધાર્મિકને બાઇક પર બેસાડી વરિયાવ રોડ પર લઈ જઈ રોકડા 2500 પડાવી લીધા બાદ ઓનલાઈન બીજા 2500 ટ્રાન્સફર કરાવી લીધા હતા. બપોર સુધીમાં 70 હજાર રૂપિયા નહીં આપે તો પિતાને જાણ કરી બદનામ કરવાની ધમકી તેઓએ આપી હતી. અંતે સમગ્ર મામલો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને નંદની પાંડવની ધરપકડ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news