રોલ્સરોય ગાડી મળશે પણ ડ્રગ નહી! ડ્રગ્સને એવો પેડલર કે જે આવક જોઇને જ ડ્રગ્સ વેચતો
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના પોશ વિસ્તારમાં યુવાનો અને ધનિષ્ઠ પરિવારના લોકો ને એમડી ડ્રગનું વેંચાણ કરનાર યુવક સહિત 2 લોકો ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. નોંધનીય છે કે અમદાવાદની એક ફાર્મા કંપનીમાંથી એમડી સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે. જોકે બન્ને પકડાયેલ આરોપીઓની તપાસ બાદ કેટલાક ખુલાસાઓ સામે આવી શકે છે.
અમદાવાદમાં ફરી ડ્રગના કારોબાર કરતા લોકો પોલીસ ગિરફતમાં આવી ગયા છે. ત્યારે પોલીસ પણ અવનવી મોડેસ ઓપરેન્ડીને પકડવા કવાયત હાથ ધરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આવા જ બે ડ્રગ પેડલરોને અમદાવાદમાંથી પકડી લીધા છે. પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપી રવિ શર્મા પોતે ડ્રગનું છેલ્લા 4 વર્ષથી સેવન કરતો હતો અને ત્યાર બાદ તે પોતે વેપારી બનીને લોકોને ડ્રગના રવાડે ચઢાવી રહ્યો હતો. આરોપી રવિ શર્મા 1500 રૂપિયામાં 1 ગ્રામ એમડી મોડી રાત સુધી થલતેજ, સોલા અને અન્ય પોશ વિસ્તારમાં ચાની અને પાનની કીટલી ઉપર બેસતા યુવાનો અને યુવતીઓને આ ડ્રગ વેચતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આરોપી અમદાવાદના 2 મોટા ડ્રગ પેડલરને પણ આ ડ્રગ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ દરમ્યાન સામે આવેલી માહિતી પ્રમાણે આ ડ્રગ રવિને સોલા વિસ્તારમાં રેહતો અસિત પટેલ નામને એક શખ્સ આપતો હતો. અને જે ડ્રગ અસિત રવિને 1000 રૂપિયા માં 1 ગ્રામ આપતો હોવાનું સામે આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચ નું કેહવું છે કે અસિત ને પંકજ પટેલ નામનો ફરાર આરોપી જે એક ફાર્મા કંપની માં કામ કરે છે તે 800 રૂપિયા માં આપતો હતો.મહત્વનું છે કે ફાર્મા કંપનીના અન્ય લોકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.હાલ ક્રાઈમ બ્રાન્ચે કુલ 7 લાખ થી વધુ નો એમડી બન્ને આરોપીઓ પાસે થી કબ્જે કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે