DPS School નાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નિત્યાનંદ DPS સ્કૂલ વિવાદ: ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (bhupendrasinh chudasama) આજે પત્રકાર પરિષદ યોજીને ડીપીએસ સ્કુલ (DPS School) અંગે મોટો ખુલાસો કર્યો હતો. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું. હાલમાં ડીપીએસમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે તેમનાં હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કુલ આ સમગ્ર શાળાને દત્તક લેશે. 1થી 12 ધોરણનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આ વ્યવસ્થા માત્ર આ વર્ષ પુરતી જ રહેશે. ત્યાર બાદ આ તમામ વિદ્યાર્થીઓએ આસપાસની અન્ય શાળામાં એડમિશન મેળી લેવાનું રહેશે. સીબીએસઇ બોર્ડનાં (CBSE Board) અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારે વાતચીત કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું કે, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓનાં ભાવિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. 

DPS School નાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ : ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (bhupendrasinh chudasama) આજે પત્રકાર પરિષદ યોજીને ડીપીએસ સ્કુલ (DPS School) અંગે મોટો ખુલાસો કર્યો હતો. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું. હાલમાં ડીપીએસમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે તેમનાં હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કુલ આ સમગ્ર શાળાને દત્તક લેશે. 1થી 12 ધોરણનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આ વ્યવસ્થા માત્ર આ વર્ષ પુરતી જ રહેશે. ત્યાર બાદ આ તમામ વિદ્યાર્થીઓએ આસપાસની અન્ય શાળામાં એડમિશન મેળી લેવાનું રહેશે. સીબીએસઇ બોર્ડનાં (CBSE Board) અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારે વાતચીત કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું કે, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓનાં ભાવિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે 

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) બાદ હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ થતા 850 જેટલા બાળકોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ત્યારે ગઈકાલ સવારથી જ બાળકો અને વાલીઓએ ડીપીએસ સ્કૂલમાં ઘેરાવ કર્યો હતો અને સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ સાથે મંગળવારે મોડી રાત સુધી બાળકો અને તેમના માતાપિતા સ્કૂલ બહાર જ દેખાવો કર્યા હતા. જ્યારે 11 વાગ્યા સુધી નાના બાળકો પણ ત્યાં જ સૂઈ ગયા હતા અને સ્કૂલ ફરી ચાલુ કરવા આંદોલન કર્યું હતું. નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPS સ્કૂલની માન્યતા રદ થતાં દોઢ હજાર વાલીઓ રઝળ્યા. DPS સ્કૂલની બહાર તંબૂમાં રાત વિતાવી હતી. ત્યારે કૌભાંડી સ્કૂલના પ્રિન્સીપાલે આવીને વાલીઓને ફરીથી સ્કૂલ ચાલુ થઈ જવાનું ગાજર બતાવ્યું હતું. 

વાલીઓએ સ્કૂલ શરૂ કરવા માંગ કરી
વાલીઓ અને વિદ્યાર્થીઓ આખી રાત સ્કૂલની બહાર વિતાવી રહ્યા હોવાની જાણ થતા જ DPEO એમ.એન.પટેલ પણ સ્ફુલ પહોંચ્યા હતા. DPEO એમ.એન.પટેલે વાલીઓ સાથે વાતચીત કરી હતી અને વાલીઓએ DPEOને સ્કૂલ ઝડપથી શરૂ કરવા માગ કરી હતી. વાલીઓએ કહ્યું કે, સ્કૂલને જે પેનલ્ટી કરવી હોય કરો, સ્કૂલ ન ભરે તો અમે વાલીઓ ભરીશું. સરકાર અને સંચાલકો વચ્ચેનો પ્રશ્ન છે, તેમાં વાલીઓ અને બાળકોનો શુ વાંક છે. અમને ફી પરત મળશે એનાથી કોઈ ખુશી નથી મળવાની, બાળકોનો અભ્યાસ બંધ થઈ ચૂક્યો છે.સીબીએસઈ બોર્ડના અધિકારીઓ આજે અમદાવાદ આવશે

સુરતમાં ઓવરલોડ થઇ જતા લિફ્ટ પાંચમે માળેથી પટકાઇ, 9 લોકો ઘાયલ
સીબીએસઈ બોર્ડના અધિકારીઓ આજે અમદાવાદ આવશે. સીબીએસઈ બોર્ડના અધિકારીઓ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગના સચિવ સાથે બેઠક કરશે. સીબીએસઈ બોર્ડના અધિકારીઓ ડીપીએસ ઈસ્ટની પણ મુલાકાત લેશે, અધિકારીઓ વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લઈ શકાય તે અંગે ચર્ચા કરશે. ડીપીએસના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. DEOના અધિકારીઓએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી આ ત્રણેય આરોપીઓ ઘરેથી ફરાર થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news