રાજકોટ પોલીસે 16 વર્ષીય HIV ગ્રસ્ત કિશોરીનું ઓફિસર બનવાનું સપનું સાકાર કર્યું
જીવનમાં દરેક લોકોનું કોઈ સપનું જરૂર હોય છે. અનેએ સપનું જયારે સાકાર થાય ત્યારે એ ખુશી કંઇક અલગ જ હોય છે. રાજકોટની એચઆઈવી પોઝીટીવ પીડિત એક 16 વર્ષીય તરુણી કે, જેનું સપનું પોલીસ ઓફિસર બનવાનું હતું. અનેએ સપનું આજે પૂરું થયું છે. આ તરુની આજે મહિલા પોલીસ મથકમાં ઓફિસર બની પહોચી હતી. અને રાજકોટ મહિલા પોલીસ મથકના સ્ટાફે તેમને સેલ્યુટ કરી માનભેર સ્વાગત કર્યું હતું.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ: જીવનમાં દરેક લોકોનું કોઈ સપનું જરૂર હોય છે. અનેએ સપનું જયારે સાકાર થાય ત્યારે એ ખુશી કંઇક અલગ જ હોય છે. રાજકોટની એચઆઈવી પોઝીટીવ પીડિત એક 16 વર્ષીય તરુણી કે, જેનું સપનું પોલીસ ઓફિસર બનવાનું હતું. અનેએ સપનું આજે પૂરું થયું છે. આ તરુની આજે મહિલા પોલીસ મથકમાં ઓફિસર બની પહોચી હતી. અને રાજકોટ મહિલા પોલીસ મથકના સ્ટાફે તેમને સેલ્યુટ કરી માનભેર સ્વાગત કર્યું હતું.
રાજકોટમાં રહેતી અને જન્મથી એચઆઈવી પોઝીટીવ ગ્રસ્ત તરુણી કે, જેનું સપનું હતું પોલીસ ઓફિસર બનવાનું... રાજકોટ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી સંસ્થા દ્વારા 25બાળકોની ઈચ્છા પૂરી કરવા નક્કી કર્યું હતું. જેમાંથી 24 જેટલા એચઆઈવી ગ્રસ્ત બાળકોએ અલગ અલગ વસ્તુઓની માંગણી કરી હતી. પરંતુ આ તરુણીએ એક દિવસ પોલીસ બનવાનું સપનું હોવાનું જણાવ્યું હતું.
મોરબી: વ્યાજખોરોના ત્રાસથી પિતા અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવી લીધી
બાળકીની ઈચ્છાને ધ્યાને રાખી સંસ્થા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ પોલીસ કમિશ્નર દ્વારા આ બાળકીને એક દિવસ મહિલા પોલીસ મથકમાં ઓફિસરનો હોદો આપી તેની ઈચ્છા પૂરી કરવા નક્કી કર્યું હતું. આજ રોજ મહિલા પોલીસ મથક ખાતે રાજકોટ મહિલા પોલીસ સ્ટાફે તરુણીનું સેલ્યુટ આપી સ્વાગત કર્યું હતું. અને બાદમાં તમામ સ્ટાફની મુલાકાત લઇ અરજદારોની રજૂઆત સાંભળી હતી.
સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી
રાજકોટના હોસ્પિટલ ચોક નજીક આવેલ અને વર્ષ 2003થી કાર્યરત રાજકોટ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી સંસ્થા સાથે 5500 લોકો જોડાયેલા છે. 15 દિવસ પહેલા સંસ્થા દ્વારા 25 બાળકોની ઈચ્છા પૂરી કરવા નક્કી કરવામાં આવ્યું હતું. અને તેમાંથી એક આ અલગ કિસ્સો સામે આવ્યો હતો. જે પણ પૂરો થતા સંચાલકોના ચહેરા પર પણ અલગ આનંદ જોવા મળતો હતો. સંસ્થાના પ્રમુખએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસની મદદથી આજે આ બાળકીનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું છે. અને બાળકીના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી રહી છે. તો તરુણીએ પણ આજે તેનું સપનું પૂરું થતા ખુશી વ્યક્ત કરી રાજકોટ પોલીસનો આભાર માન્યો હતો.
શિક્ષણને અનુલક્ષીને ગુજરાત સરકારનો શાળ-કોલેજો માટે ત્રણ મહત્વના નિર્ણય
માનવામાં આવે છે બાળકએ ભગવાનનું સ્વરૂપ હોય છે અને બાળકના ચહેરા પર ખુશી આવે તો તે કૈક અલગ જ હોય છે. ત્યારે રાજકોટમાં જન્મથી એચઆઈવી ગ્રસ્ત બાળકીની પોલીસ ઓફિસર બનવાની ઈચ્છા પૂરી થતા બાળકીના ચહેરા પર તો ખુશ જોવા મળી હતી. પરંતુ તેની સાથે સાથે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીના ચહેરા પર એક નિખાલશ સ્માઈલ જોવા મળતી હતી.
ઉલેખ્ખનીય છે કે, આમ તો મહિલા પોલીસ મથકમાં સામાન્ય દિવસોમાં મહિલા અરજદારોની ભીડ અને ઘર કંકાશના કિસ્સા જ સાંભળવા મળતા હોય છે. પરંતુ આજે આ બાળકી ઓફિસર બનીને આવતા તાળીઓનો ગળગળાટ પણ સાંભળવા મળ્યો હતો તે પણ હકીકત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે