લાલબત્તી સમાન કિસ્સો! સુરતમાં રમતા રમતા ખાડીમાં પડી જતા બાળકનું મોત, પરિવારમાં શોક
સુરતમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો: ઘરેથી ભાગી બાળક બહાર રમવા ગયો, પાણીમાં પડી જતાં થયું મોત, બાળકના મોતને લઈને પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. ચાર વર્ષનો બાળક રમતા રમતા ખાડીમાં પડી જતા મોત નીપજ્યું છે. બાળકના મોતને લઈને પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગીતા નગર ખાતે રહેતો રામદેવ ચૌહાણ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજરોજ રામદેવ ચૌહાણ નો ચાર વર્ષીય પુત્ર જીતેન્દ્ર ચૌહાણ ઘર નજીક જ મિત્રો સાથે રમી રહ્યો હતો દરમિયાન રમતા રમતા અચાનક ખાડીમાં પડી જતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
એક રાહદારીએ જીતેન્દ્રને બહાર કાઢી 108 મારફત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ જીતેન્દ્રને મૃતક જાહેર કર્યો હતો. બીજી બાજુ ઘટનાને લઇ તાત્કાલિક પાંડેસર પોલીસ સ્થળે દોડી આવી હતી. બાળકનો મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખની એ છે કે દિન પ્રતિદિન બાળકોના અકસ્માતના કેસોના બનાવ સામે આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા કચરો ફેંકવા ગયેલા બાળકનો પગલ લપસી જતા મોત નીપજ્યું હતું.
તો બીજી બાજુ પાણી સમજીને એસિડ પી જતા બાળક મોતને ભેટ્યો હતો. રમતા રમતા બાળક પડી જવાથી કે રમતા રમતા પાણીના ટાંકીમાં પડી જવાથી બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરામાં રમતા રમતા ખાડીમાં પડી જવાથી ચાર વર્ષના બાળકનું મોતની નીપજ્યું છે.જ્યારે વાલીઓ માટે આ ખૂબ જ ગંભીર વાત કહી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે