મહંતના એક મત માટે ઉભું કરાઇ છે બૂથ, પીએમ મોદીએ મન કી બાતમાં કરી વાત

સમગ્ર દેશમાં એક મતદાન મથક એવું છે જે મતદાન મથક પર એક જ વોટ પડે એટલે 100 ટકા મતદાન થઇ જાય. ગુજરાતનું આ મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલુ છે. જ્યાં રહેતા મહંતના એક વોટની કિંમત એટલી છે કે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આ અંગે મોદીએ આજે મન કી બાતમાં વાત કરી હતી. 

મહંતના એક મત માટે ઉભું કરાઇ છે બૂથ, પીએમ મોદીએ મન કી બાતમાં કરી વાત

રક્ષિત પંડ્યા/રાજકોટ: સમગ્ર દેશમાં એક મતદાન મથક એવું છે જે મતદાન મથક પર એક જ વોટ પડે એટલે 100 ટકા મતદાન થઇ જાય. ગુજરાતનું આ મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલુ છે. જ્યાં રહેતા મહંતના એક વોટની કિંમત એટલી છે કે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આ અંગે મોદીએ આજે મન કી બાતમાં વાત કરી હતી. 

મોદીએ મન કી બાતમાં શું જણાવ્યું
મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, 25 જાન્યુઆરીએ વોટર ડે તરીકે ઉજવાય છે ત્યારે આપણા દેશનું ચૂંટણીપંચ એટલુ સારૂ છે કે, એક વ્ય્કતિ માટે પણ આખુ મતદાન મથક ઉભું કરી દેવામાં આવે છે. ગીર સોમનાથમાં જંગલમાં આવેલા એક આશ્રમના મહંત માટે આવું કરવામાં આવે છે. જેનાથી હું બહુ ખુશ છું અને ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું. 

ગીર જંગલમાં બાણેજ આશ્રમમાં બાપુ એકલા રહે છે
ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભાના મત વિસ્તારમાં મહંત ભરતદાસ બાપુના એક વોટની કિંમત 100 ટકા બરાબર છે. ગીરના ગાઢ જંગલમાં બાણેજ આશ્રમમાં એકલા રહેતા મહંત ભરતદાસ બાપુ અહીં એક માત્ર વોટર છે. જેના માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાન મથક ઉભુ કરાય છે. જેમાં પ્રથમ તબક્કામાં જ બાપુ મતદાન કરી 100 ટકા મતદાનની ફરજ પૂરી કરે છે.

ગીર જંગલમાં બાણેજ આશ્રમમાં બાપુ એકલા રહે છે
ભરતદાસ બાપુએ ઝી ૨૪ કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને પ્રધાનમંત્રી નો પણ આભાર માન્યો હતો.. ભરતદાસ બાપુએ જણાવ્યું હતું કે મતદાન અવશ્ય કરવું જોઈએ જેનાથી દેશનો વિકાસ થઇ શકે છે અને આગળ વધી શકે છે. 100% મતદાન દરેક જગ્યા પર થવું જોઈએ અને જે લોકો મતદાન ન કરે તેના રેશન કાર્ડ રદ કરવાની વાત ભરતદાસ બાપુએ કરી હતી. ઉલ્લેખનિય છે કે વર્ષ 2002 થી અહીંયા આગળ એક મતદાર માટે મતદાન મથક બનાવવામાં આવે છે. સાથે જ બાપુએ જણાવ્યું કે 2019 લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ મતદાન કરશે અને તેમાં પ્રધાનમંત્રી મોદીની જીત જરૂર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news