Patidar Power: પાટીદારોમાં છોકરા-છોકરીનો આ મેડિકલ રિપોર્ટ કર્યા વિના હવે નહીં થાય લગ્ન!

Patidar Samaj : પટેલ સમાજમાં સામાજિક ક્રાંતિ તરફ વળી રહ્યો છે. પટેલ સમાજના સમૂહલગ્નમાં વર-વધુના થેલેસેમિયા રિપોર્ટ કરાશે, બંને પોઝિટિવ હશે તો લગ્નની મંજૂરી અપાશે નહીં

Patidar Power: પાટીદારોમાં છોકરા-છોકરીનો આ મેડિકલ રિપોર્ટ કર્યા વિના હવે નહીં થાય લગ્ન!

Patidar Power: ગુજરાતમાં પાટીદાર સમાજની ગણતરી સુખી સંપન્ન સમાજમાં થાય છે. પાટીદાર સમાજ માટે એવુ કહેવાય છે કે, ભગવાન કા દિયા સબ કુછ હૈ. દરેક પાટીદારની કિંમત તેના વીધા જમીનોથી થાય છે. જેની પાસે વધુ જમીન તે વધુ સશક્ત. ત્યારે આ સુખી સંપન્ન સમાજમા વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા કમર કસાઈ છે, ત્યારે સુરતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સુરત સહિત સૌરાષ્ટ્રમાં વસતા પટેલ સમાજમાં સામાજિક ક્રાંતિ આવે તેના માટે એક પહેલ કરવામાં આવી છે. 

હાલ થેલેસેમિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પટેલ સમાજના સમૂહ લગ્નમાં ભાગ લે તે પહેલા વર-વધુના થેલેસેમિયા રિપોર્ટ કરાશે, બંને પોઝિટિવ હશે તો લગ્નની મંજૂરી આપવામાં આવશે નહીં. વર પોઝિટિવ તો દીકરી પક્ષને પણ રિપોર્ટ આપવો ફરજિયાત બનશે. આ સિવાય મોટા પાયે ભોજન સમારંભ, સંગીત સંધ્યા, જાન ન લઈ જવા સલાહ અપાશે. ખર્ચ ઓછો કરી કન્યાને 50 હજારની FD કરી આપવા સલાહ અપાઈ છે.

પાટીદાર સમાજના સમૂહ લગ્ન હોય કે ખાનગી લગ્ન હોય તેમાં દેખાદેખીના કારણે લાખો રૂપિયાનું પાણી કરવામાં આવે છે. અમુક લોકો સમાજમાં ઈજ્જત બચાવી રાખવા દે‌વું કરીને પણ લગ્નમાં ખોટા ખર્ચા કરે છે, ત્યારે આવા ખર્ચથી પરિવારને બચાવવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 1લી સપ્ટેમ્બર (આજે) મિટિંગનું આયોજન કર્યું છે. 2જી ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્ન છે. પરંતુ સમૂહલગ્નના 6 મહિના પહેલા મિટિંગનું આયોજન કરી મોટાપાયે ભોજન સમારંભ, સંગીત સંધ્યા, જાન ન લઈ જવા જેવા ખોટા ખર્ચા ન કરવા સલાહ અપાશે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું છે કે, એક સ્વસ્થ સમાજ નિર્માણ માટે પાટીદાર સમાજ આ પ્રયાસ કરી રહ્યો છે. થેલેસેમિયા બાળકનો જન્મ થાય તો બાળકને લાઈફટાઈમ પરિસ્થિતિ ખરાબ રહેતી હોય છે ત્યારે અગાઉથી જ આ બાબતે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરાયો છે, ખોટા ખર્ચાની જગ્યાએ યંગ જનરેશન બચત તરફ વળે તે માટે પ્રયાસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news