વેપારીઓ સાથે બનતી ગુનાખોરીને અટકાવવા એક મહિનાની અંદર ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે: C.R. પાટીલ

વર્ષ 2012 પછી 8મી જુલાઈના રોજ કાપડના વેપારીઓના સંગઠન ફોસ્ટાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિકાસ પેનલે તમામ 41 પદો પર જીત મેળવી હતી. 

 વેપારીઓ સાથે બનતી ગુનાખોરીને અટકાવવા એક મહિનાની અંદર ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે: C.R. પાટીલ

પ્રશાંત ઢીવરે/સુરત: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલની ઉપસ્થિતિમાં સરસાણાના કન્વેન્શનન સેન્ટરમાં ફોસ્ટાના હોદ્દેદારોનો શપથ સમારોહ યોજાયો હતો. વર્ષ 2012 પછી 8મી જુલાઈના રોજ કાપડના વેપારીઓના સંગઠન ફોસ્ટાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિકાસ પેનલે તમામ 41 પદો પર જીત મેળવી હતી. 

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)ના નવા ચૂંટાયેલા સભ્યો અને નવા નિયુક્ત પદાધિકારીઓનું સરસાણાના કન્વેન્શનન સેન્ટરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, અને રાજ્ય શિક્ષણ મંત્રીની પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપ્યું હતું કે, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બન્યું હતું. મોરાજી દેસાઈ એ વિરોધ કર્યો હતો. જો આજે મોરાજી દેસાઈ રહેતા તો કહેતા કે સુરતને ફાયદો થયો છે. 

ફોસ્ટામાં પહેલા જે હતા એ ચૂંટણી જ કરતા નહોતાં. મેં એમને કીધું એક મહિનામાં રાજીનામુ આપી દો ચૂંટણી કરવાની છે. કારણ ટેક્સટાઈલના જે પ્રશ્ન હતા એ રજુવાત થતાં નહોતા. રાજ્યમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે, હવે જે પણ પ્રશ્ર્નનું નિવારણ થશે. આ અનેક પ્રશ્ન છે એનું નિવારણ અમે લાવી શકીએ. એના માટે ફોસ્ટાની ચૂંટણીની જરૂરત હતી. આજે હું તમારો સંસદ છું અને કાલે પણ રહીશ તમારો પ્રશ્નનો નિવારણ થશે. 

ટેક્સટાઇલ માર્કેટમાં બનતી છેતરપિંડીને અટકાવવા માટે વધુ સી આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ માર્કેટમાં જો કોઈ ગુનો બનશે તો તેને અટકાવવા એક ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન બનશે. એક મહિનામાં ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન બનશે. આજે જે ચૂંટણીનો માહોલ રહ્યો તેમાં કોઈ પણ જૂથવાદ નથી. ચૂંટણીના કારણે એક સંગઠન ઉભું થયું. જો તમારા કોઈ પ્રશ્ર્ન કે કોઈ ખોટું કરતા હોય તો અમને જાણ કરી દેવાની, તમારી સમસ્યા હલ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news