તારક મહેતાની ટીમ પહોંચી કેવડિયા, ઉત્તરાયણ પર્વેનો એપિસોડનું કારયું શુટિંગ

 જિલ્લાના કેવડીયામાં લીમડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરાષ્ટ્રીય પતંગમહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના પતંગબાજોએ અવનવા પ્રકારની પતંગો આકાશમાં ચગાવી હતી. આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ની ટીમ ઉત્તરાયણ પર્વના એપિસોડના શુટિંગ માટે ત્યાં આવી પહોંચી હતી. 

તારક મહેતાની ટીમ પહોંચી કેવડિયા, ઉત્તરાયણ પર્વેનો એપિસોડનું કારયું શુટિંગ

જયેશ દોશી/નર્મદા: જિલ્લાના કેવડીયામાં લીમડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરાષ્ટ્રીય પતંગમહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના પતંગબાજોએ અવનવા પ્રકારની પતંગો આકાશમાં ચગાવી હતી. આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ની ટીમ ઉત્તરાયણ પર્વના એપિસોડના શુટિંગ માટે ત્યાં આવી પહોંચી હતી. 

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવતા દિલીપ જોશી,ચંપક કાકાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ,તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા,અંજલિ મેહતાનું પાત્ર ભજવતા નેહા મેહતા,આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાડકર,બબીતાનું પાત્ર ભજવતા મુનમુન દત્તા,પત્રકાર પોપટ લાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠક,કોમલ હાથીનું પાત્ર ભજવતા અંબિકા રાજનકર,બાઘાનું પાત્ર ભજવતા તન્મય વેકરિયા અને માધવીનું પાત્ર ભજવતા સોનાલિકા જોષીને જોવા લોકોની ભારે ભીડ જામી હતી.

અમદાવાદ: 2 દિવસમાં BRTSની ટક્કરે 3ના મોત, છેલ્લા ચાર વર્ષમાં 163 અકસ્માત

સમગ્રભરતમાં લોકપ્રિય બનેલ ધારાવાહિક  "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના કલાકારો આજે સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે આવ્યા હતા. ત્યારે આ લોકપ્રિય કલાકારોને જોવા લોકોમાં ઉત્સાહ સમાતોના હતો. સમગ્ર દિવસ દરમ્યાન તેમના શૂટિંગમાં વ્યસ્ત આ કલાકરો અને આ ધારાવાહિકના પ્રોડ્યૂસર આસિતભાઈ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટીને અદભુત ગણાવ્યું હતું. તથામાં નર્મદાના ભક્ત હોવાનું હતું. વધુમાં તેમને તેમના આ ધારાવાહિકમાં દયાભાભીનું પાત્ર ગાયબ છે તે અંગે ન જણાવ્યું કે ટૂંક સમયમાં દયાભાભી પાછા આવશે અને પોપટલાલનું લગ્ન પણ થશે. 

આ શહેરના પોલીસ અધિકારીઓને હવે મળશે વિકલી ઓફ, કમીશનરે કરી જાહેરાત

આ ધારાવાહિકના ખુબજ લોકપ્રિય કલાકાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ સ્ટેટ્યૂને શ્રેષ્ઠ કૃતિ જણાવી પરંતુ આ સ્ટેટ્યૂ સ્થળ પર ગંદકી દેખાઈ છે. તો અહીં આવનારા પ્રવાસીઓએ આ સ્થળને ચોખ્ખું રાખવા અપીલ પણ કરી અને સાથેજ મા નર્મદાની પરિક્રમા કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી તો સાથે પત્રકાર પોપટ લાલનો અભિનય કરતા શ્યામ પાઠકે વર્ષ 2019ના વર્ષમાં વધુ સારા ધમાકેદાર એપિસોડ સાથે આવાવની વાત સાથે નર્મદામાં જ લગ્ન થાય અને અહીથી જ તેમની જાન પણ નીકળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news