રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો ભરડો, કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડ્યું
Trending Photos
ગુજરાત : ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત છે. જેમાં વધુ 59 પોઝીટિવ કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં અત્યાર સુધી 659 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં અત્યાર સુધી સ્વાઈન ફ્લૂના 135થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો ડર લોકોમાં ભરાઈ ગયો છે. ઠંડીને કારણે સ્વાઈન ફ્લૂમાં વધારો થઈ રહ્યો છે. જેથી ગુજરાતની હોસ્પિટલો પણ સ્વાઈન ફ્લૂના દર્દીઓથી ઉભરાઈ છે.
ભાવનગર
ભાવનગરમાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત થયું છે. તો છેલ્લાં 30 દિવસમાં પાંચ દર્દીઓનાં મોત થયાં છે. ભાવનગરમાં કુલ 100 પોઝીટિવ કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે. જેમાં વઢવાણની મહિલાનું શંકાસ્પદ સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. મહિલાની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. શંકાસ્પદ સ્વાઇન ફ્લૂથી વઢવાણની મહિલાનું મોત થયું છે.
વડોદરા
વડોદરામાં સ્વાઇન ફલુનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાઇન ફલૂના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે દાખલ કરાયા છે. ગોધરા અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે.
રાજકોટ
રાજકોટમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના બે-બે લોકો અને અમરેલીના 1 દર્દીનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. તો એક દર્દીનું સ્વાઈન ફ્લૂને કારણે મોત થયું છે. સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે.
રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, આણંદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 3, ગાંધીનગર, કચ્છ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. તો રાજ્યની વિવિધ હોસ્પિટલમાં 298 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે