અમદાવાદની SVP હોસ્પિટલમાં આગની મોટી દુર્ઘટના, તાબડતોડ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા
આજે શહેરની એસવીપી હોસ્પિટલમાં સમીસાંજે આગ ફાટી નીકળી હતી. જાણવા મળી રહ્યું છે કે એસવીપી હોસ્પિટલમાં ત્રીજા માળે આગ લાગી છે. આઈસીયૂ વોર્ડમાં આગની ઘટના બનતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: કાળઝાળ ગરમીમાં હાલ ચારેબાજુ આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં આગની દુર્ઘટના બની હોવાની માહિતી મળી છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓનો જીવ અધ્ધર થઈ ગયો છે. હાલ આગની ઘટનાને કારણે હડકંપ મચી ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. હાલ હોસ્પિટલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજે શહેરની એસવીપી હોસ્પિટલમાં સમીસાંજે આગ ફાટી નીકળી હતી. જાણવા મળી રહ્યું છે કે એસવીપી હોસ્પિટલમાં ત્રીજા માળે આગ લાગી છે. આઈસીયૂ વોર્ડમાં આગની ઘટના બનતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
છેલ્લે મળતી માહિતી પ્રમાણે, આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આઈસીયૂ વોર્ડમાં આગ લાગવાના કારણે હોસ્પિટલ તંત્રએ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે