બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે સોમનાથના ચીખલીમાં મરઘીઓના શંકાસ્પદ મોતથી તંત્રમાં દોડધામ
ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ફાર્મ હાઉસમાં 100 જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો છે. છેલા એક અઠવાડિયામાં 100થી વધુ મરઘા મોતને ભેટ્યાછે. ફાર્મ હાઉસ માલિકનું કહેવું છે કે અત્યારે ચાર મરઘાઓ જીવન-મોત વચ્ચે જીવી રહ્યાં છે.
Trending Photos
ગીર સોમનાથઃ ગુજરાતમાં બર્ડ ફલૂની દહેશત વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ચીખલી ગામે મરઘીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જૂનાગઢથી નાયબ નિયામકની ટીમ મોબાઈલ લેબ સાથે ઘટના સ્થળે પહોંચી મૃત અને બીમાર પક્ષીઓના સેમ્પલ લઈ ભોપાલ લેબ ખાતે પરીક્ષણ અર્થે મોકલ્યા છે.
100 જેટલા મરઘાના મોત
ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ફાર્મ હાઉસમાં 100 જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો છે. છેલા એક અઠવાડિયામાં 100થી વધુ મરઘા મોતને ભેટ્યાછે. ફાર્મ હાઉસ માલિકનું કહેવું છે કે અત્યારે ચાર મરઘાઓ જીવન-મોત વચ્ચે જીવી રહ્યાં છે. ફાર્મ હાઉસ માલિક દ્વારા મરઘીઓના મોતને લઈ ખુલાસો કરાયો છે કે 80 જેટલા મરઘાને વન્ય પ્રાણીએ ઇજા પહોંચાડી હતી. જો કે અન્ય મરઘીઓના ભેદી રોગ કે ખોરાકમાં આવેલા ફેરફારને કારણે મોત થયા હોય તેમ લાગી રહ્યું છે.
અચાનક પક્ષીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ઉપરાંત જૂનાગઢથી ખાસ નાયબ નિયામક મોબાઈલ લેબોરેટરી સાથે ટીમ લઈ તાબડતોબ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને મૃત તેમજ બીમાર અને તંદુરસ્ત મરઘીઓના બ્લડ સેમ્પલ લઈ વિસ્તૃત પરીક્ષણ અર્થે ભોપાલ લેબ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી.
જો કે નાયબ નિયામક ડો.એસ.એન.વઘાસિયા એ ખુલાસો કર્યો હતો કે હાલના તબક્કે તંદુરસ્ત પક્ષીઓમાં બર્ડ ફલૂના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. તો બીમારીને કારણે અન્ય મરઘીઓના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે