ગોંડલ: 323 વર્ષ જૂનું પૌરાણીક સુરેશ્વર મહાદેવ, ગોંડલવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે આસ્થાનો મહિનો. આવો જાણીએ ગુજરાતના એક ખાસ પૌરાણીક મંદિર વિશે
Trending Photos
જયેશ ભોજાણી, ગોંડલ: હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે આસ્થાનો મહિનો. આવો જાણીએ ગુજરાતના એક ખાસ પૌરાણીક મંદિર વિશે. ગોંડલના છેવાડે આવેલા વેરી તળાવ પાસે 323 વર્ષ જૂનું પૌરાણીક સુરેશ્વર મહાદેવ મંદિર ગોંડલ વાસીઓ માટે આસ્થાનાં કેન્દ્ર સમાન છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ભોળાનાથને ભજવા સવારથી મોડી રાત સુધી ભાવિકોનો અવિરત પ્રવાહ મંદિર તરફ વહી રહ્યો હોય છે. જેને કારણે આખો દિવસ મંદિર ભાવિકોથી છલકાઈ જાય છે.
તળાવની પાસે રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવાલય શ્રી સુરેશ્વર મહાદેવ આવેલું છે. શ્રાવણ માસના શુભારંભ સાથે વહેલી સવારથી લઈ મોડી રાત સુધી સુરેશ્વર મહાદેવના મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે. ગોંડલના રાજવી સર ભગવતસિંહજી પણ નિયમિત સુરેશ્વર મહાદેવના દર્શન માટે જતા હતા.
શ્રાવણ માસના શુભારંભ સાથે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે, મંદિર 323 વર્ષ પુરાણું છે, સ્વયંભૂ શિવલિંગ પ્રગટ્યા ની કથા છે, ગોંડલના રાજવી સર ભગવતસિંહજી પણ નિયમિત સુરેશ્વર મહાદેવ ના દર્શન માટે આવતા હતા, પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ અહીં પૂજા-પાઠ કરવામાં આવનાર છે તેવું મંદિરના મહંત શૈલેષપરી ગોસાઈ ની યાદીમાં જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે