સળગતો લાવા બન્યું ગુજરાતનું આ સ્થળ, તાપમાન 51 ડિગ્રીએ પહોંચી ગયું

ગુજરાત હાલ ધગધગતી ગરમીમાં તપી રહ્યુ છે. સૂર્ય આગ ઓકી રહ્યો છે અને જમીનમાંથી ગરમી ઉઠી રહી છે. હાલ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ગુજરાતનુ કોઈ શહેર આ આકરા તાપથી બાકાત નથી. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી પહોંચી ગયુ છે. પરંતુ ગુજરાતમાં એક સ્થળ એવુ છે જ્યાં તાપમાન 51 ડિગ્રી પર પહોંચી ગયુ છે. એમ કહો કે આ સ્થળ હાલ સળગતો લાવા બની ગયુ છે. 
સળગતો લાવા બન્યું ગુજરાતનું આ સ્થળ, તાપમાન 51 ડિગ્રીએ પહોંચી ગયું

મયુર સાંધી/સુરેન્દ્રનગર :ગુજરાત હાલ ધગધગતી ગરમીમાં તપી રહ્યુ છે. સૂર્ય આગ ઓકી રહ્યો છે અને જમીનમાંથી ગરમી ઉઠી રહી છે. હાલ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ગુજરાતનુ કોઈ શહેર આ આકરા તાપથી બાકાત નથી. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી પહોંચી ગયુ છે. પરંતુ ગુજરાતમાં એક સ્થળ એવુ છે જ્યાં તાપમાન 51 ડિગ્રી પર પહોંચી ગયુ છે. એમ કહો કે આ સ્થળ હાલ સળગતો લાવા બની ગયુ છે. 

સુરેન્દ્રનગરના રણનું તાપમાન 51 ડિગ્રીએ પહોંચ્યું છે. સુરેન્દ્રનગરના પાટડીના રણનું તાપમાન 51 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. ગુજરાત રાજ્યનું સૌથી હોટ સિટી હાલ સુરેન્દ્રનગર બન્યું છે. કારણ કે, રણ વિસ્તારમાં 51 ડિગ્રી તાપમાન બતાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા તાપમાન બાદ તંત્રએ સુરક્ષિત રહેવા લોકોને અપીલ કરી છે. 

51 ડિગ્રી તાપમાન રણમાં કામ કરતા અગરિયા માટે આકરુ બની રહે છે. તેથી તંત્ર દ્વારા અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે ગરમીથી બચવા તંત્રે અપીલ કરી છે. આ વિશે સુરેન્દ્રનગર હવામાન વિભાગના મુખ્ય અધિકારી જનક રાવલ કહે છે કે, હજુ 3 દિવસ ગરમીનો પારો ઉંચો જવાની આગાહી છે. આવામાં હજારો અગરિયાઓ રણમાં ઉંચા તાપમાનમાં શેકાય છે. તેથી જ અમે તેમને સલામત સ્થળે જવા કહીએ છીએ, અને આવી ગરમીમાં કામ ન કરવા કહીએ છીએ. 

51 ડિગ્રી પારો જોતા તંત્રએ જિલ્લામાં યર્લો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news