સુરતની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ ગોલ્ડ જીતીને તમામને આશ્ચર્યમાં મૂક્યા, દમદાર છે સંઘર્ષની કહાની

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી શક્તી ન હતી. કરોડરજ્જુમાં તકલીફ થવાને કારણે દિવ્યાંગ ભાવિકા પાંચ વર્ષની ઉમરે પણ જમીન પર ઘસડીને જ આગળ વધતી હતી. 8 વર્ષની ઉંમરે માંડ થોડુ ચાલીને પોતાના આત્મબળે પોતે ઉભા રહેવા લાગી હતી અને બાદમાં વોકર લઇને ચાલતી હતી.

સુરતની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ ગોલ્ડ જીતીને તમામને આશ્ચર્યમાં મૂક્યા, દમદાર છે સંઘર્ષની કહાની

ચેતન પટેલ/સુરત: કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવત સાબિત કરી છે સુરતનાં એક પેરા ખેલાડીએ. શહેરની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા સહિત સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. જન્મથી કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં. જોકે તેનું મનોબળ ભાંગ્યું નહતું અને તેમણે તનતોડ મહેનત કરતા તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યાં છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી શક્તી ન હતી. કરોડરજ્જુમાં તકલીફ થવાને કારણે દિવ્યાંગ ભાવિકા પાંચ વર્ષની ઉમરે પણ જમીન પર ઘસડીને જ આગળ વધતી હતી. 8 વર્ષની ઉંમરે માંડ થોડુ ચાલીને પોતાના આત્મબળે પોતે ઉભા રહેવા લાગી હતી અને બાદમાં વોકર લઇને ચાલતી હતી. 

માતા પિતાએ પણ હિંમત હાર્યા વગર ભાવિકા બરોબર ચાલી શકે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. ભાવિકા એ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ ટેલિફોન ઓપરેટરની નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. તે સતત વિચારતી હતી કે મારી પાસેથી ભગવાને કંઈક લીધું છે પરંતુ તેની સામે કંઈક આપ્યું પણ હશે, તેને મારે શોધવું પડશે અને બાદમાં ફિઝિકલ ચેલેન્જ રમતો જોયા બાદ બે વર્ષ પહેલા ટેબલ ટેનિસ રમત પસંદ કરી. જેને માટે તેણે કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી પણ છોડી દીધી હતી. 

જો કે ભાવિકા સુરતની અને સમગ્ર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ ખેલાડી છે, જે પોતાની કેટેગરી 6 માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઇ છે. તેણે ઇન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો છે.  જે ભાવિકાએ આજે કરી બતાવ્યું છે. એક સામાન્ય પરીવારની મહિલા અને ડિસેબલ હોવા છતાં તેને આ સિદ્ધિ મેળવી છે. તે આગામી 19 થી 21 મે દરમિયાન જોર્ડન અમાન ખાતે યોજાનાર 12મી ઓપન અલ્વાતાની ટેબલ ટેનિસ  ચેમ્પિયનશીપમાં પણ ભાગ લેવા જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news