Oscar 2021 માં Jallikattu બાદ ભારતની વધુ એક એન્ટ્રી, શોર્ટ ફિલ્મ કેટેગરીમાં થયું નોમિનેશન
થોડા દિવસ પહેલા 93માં ઓસ્કર એવોર્ડ(Oscar 2021) માટે ફોરન લેન્ગ્વેજ કેટેગરીમાં ભારત તરફથી મલિયાલમ ફિલ્મ 'જલીકટ્ટૂ' (Jallikattu)ની એન્ટ્રી થઈ હતી. હવે ભારતીય સિનેમા ફેન્સ માટે એક વધુ સારા સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા 93માં ઓસ્કર એવોર્ડ(Oscar 2021) માટે ફોરન લેન્ગ્વેજ કેટેગરીમાં ભારત તરફથી મલિયાલમ ફિલ્મ 'જલીકટ્ટૂ' (Jallikattu)ની એન્ટ્રી થઈ હતી. હવે ભારતીય સિનેમા ફેન્સ માટે એક વધુ સારા સમાચાર છે. આ વખતના ઓસ્કર એવોર્ડમાં 'લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ' કેટેગરીમાં 'શેમલેસ'(Shameless)ને પણ દાવેદાર બનાવવામાં આવી છે. તેનો અર્થ એ છે કે 'લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ' કેટેગરીમાં 'શેમલેસ' ભારતની દાવેદારી રજુ કરશે.
આ એક્ટર્સે કર્યું કામ
સયાની ગુપ્તા, ઋષભ કપૂર, અને હુસૈન દલાલ જેવા સ્ટાર્સ આ શોર્ટ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેને કીથ ગોમ્સે લખી છે અને ડાઈરેક્ટ કરી છે. આ શોર્ટ ફિલ્મની લેન્થ 15 મિનિટની છે. આ ફિલ્મ એક થ્રિલર કોમેડી છે. તે પિઝા ડિલિવરી કરનારી એક યુવતી અને ઘરેથી કામ કરતા પ્રોફેશ્નલના જીવન પર આધારિત છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આખરે ટેક્નોલોજીએ કેવી રીતે લોકોમાં ખોટા ફેરફાર આણ્યા છે.
With pride, I’m all out with this one... rooting for my dearest @keithohm @sayanigupta @hussainthelal you will make us proud again... inturn... https://t.co/iHRNHkyBXX
— resul pookutty (@resulp) November 29, 2020
આ ફિલ્મોમાં કીથ હોમે કર્યું કામ
ફિલ્મના ડાઈરેક્ટર કીથ હોમ્સે આ અગાઉ કિક, હે બેબી, ટેક્સી નં 9211, નોકઆઉટ, વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્રે જણાવવાનું કે આ વખતે ઓસ્કર એવોર્ડ 25 એપ્રિલ 2021ના રોજ આયોજિત થશે. કોરોનાના કારણે તેને 2 મહિના પાછળ ખસેડાયો છે. આ અગાઉ ભારત તરફથી મલાયલમ ફિલ્મ 'જલીકટ્ટૂ'ને વિદેશી ભાષાની કેટેગરીમાં મોકલવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે