સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો

સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો
  • રાત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્તાંગમાં ચમચો નાંખી દીધો હતો
  • ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તે તડફતો રહ્યો

ચેતન પટેલ/સુરત :દિવસેને દિવસે લોકો વિકૃતિની હદ વટાવી રહ્યાં છે. આ વિકૃતિમાં અંધ બનીને લોકો એવુ એવુ કરે છે કે બાદમાં તેમને જ ભારે પડે છે. સુરતના એક યુવકે વિકૃત આનંદ લેવા માટે રસોઈમાં વપરાતી કડછી (ચમચો) ગુપ્ત ભાગમાં નાંખી દીધો હતો. જોકે, ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તફડતો રહ્યો. બાદમાં સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તાત્કાલિક ઓપરેશન કરીને ફસાયેલો ચમચો બહાર કાઢવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : ‘સોમવારે આખા ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ મેસેજ તમારા મોબાઈલમાં આવ્યો હોય તો ચેતી જજો

વાસના સંતોષવાનો ખેલ યુવકને ભારે પડ્યો 
સુરતના સોસિયો સર્કલ નજીક ડાઈંગ મિલ પાસે આ ઘટના બની હતી. સંજયકુમાર જયલાલ નામનો યુવક એક અઠવાડિયા પહેલા રોજગારીની શોધમાં પોતાના વનતથી સુરત આવ્યો હતો. સુરતમાં તે પોતાના વતનવાસી મિત્રને ત્યાં આવ્યો હતો. જ્યાં તેને એક મિલમાં મજૂરીનું કામ મળ્યું હતું. ગુરુવારની રાત્રે સંજય કુમારે પોતાના વાસના સંતોષવા માટે ગુપ્ત ભાગમાં રસોઈમાં વપરાતી કડછી (ચમચા)ને નાંખી હતી. રાત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્તાંગમાં ચમચો નાંખી દીધો હતો. બાદમાં આ ચમચો ફસાઈ ગયો હતો. ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તે તડફતો રહ્યો હતો. જોકે, સવારે વતનવાસી મિત્રને આ બાબતની જાણ થતાં તેણે તાત્કાલિક મિલના માલિકને આ વિશે જાણ કરી હતી. ત્યારે મિલ માલિકની મદદથી સંજયને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 

આ પણ વાંચો : ‘રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે, love you...’ બહેનના નામે ચિઠ્ઠી લખીને સુરતની યુવતી થઈ ગાયબ 

તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું 
સિવિલમાં લાવ્યા બાદ તબીબોએ સંજયની પરિસ્થિતિ જોઈ હતી. જ્યાં તેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ સંજયના શરીરમાંથી ચમચાને કાઢવામાં આવ્યો હતો. હાલ સંજયની હાલત સાધારણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news