WhatsApp યુઝર્સ છો તો જાણીલો આ માહિતી નહીં તો Account થઈ જશે Delete
Whatsappએ ભારતના કરોડો યુઝર્સને એક નવી અપડેટ આપી છે. જેમાં નવી ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસી વિશે કહેવામાં આવ્યું છે. વ્હોટ્સેપે યુઝર્સને આ પ્રાઈવસી પોલિસી સ્વીકારવા કહ્યું છે. જો 8 ફેબ્રુઆરી, 2021 સુધીમાં આ પોલિસી નહીં સ્વીકારવામાં તો તમારું એકાઉન્ટ ડિલીટ કરી દેવાશે. અને આ નવી Policy અપનાવવાથી છીનવાઈ જશે તમારી Privacy. નવી પોલિસી વિશે તમામ માહિતી જાણો.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વભરમાં જાણીતી એપ વ્હોટ્સેપ પોતાના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ લઈને આવે છે. જેમાં ભારતમાં વ્હોટ્સેપ પેમેન્ટ ફિચર આપવામાં આવ્યું છે. જો કે હવે વ્હોટ્સેપે ભારતના કરોડો યુઝર્સને પ્રાઈવસી પોલિસીને લઈ નવી અપડેટ આપી છે. જેમાં જો યૂઝર્સ આ પોલિસીને સ્વીકાર નહીં કરે તો તેને એપમાંથી એકાઉન્ટ ડિલીટ થઈ જશે. આવો જાણીએ આ નવી પ્રાઈવેસી પોલિસીમાં વિશે તમામ માહિતી.
પોલિસીમાં શું છે ખાસ
વ્હોટ્સેપની નવી પોલિસીમાં યુઝર્સને જે લાઈસન્સ આપવામાં આવે છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અમારી સેવાઓને સંચાલિત કરવા માટે વ્હોટ્સેપને જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર કરો છો અથવા મેળવો છે તેનો ઉપયોગ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે માટે વિશ્વભરમાં નોન એક્સક્લૂસિવ, રોયલ્ટી ફ્રી, સબ્સિસેંસેબલ અને ટ્રાન્સફરેબલ લાઈસન્સ આપવામાં આવે છે.
WhatsAppની નવી ટર્મ્સ અને પ્રાઈવેસી પોલિસી
વ્હોટ્સેપ યુઝર્સે એપની નવી ટર્મ્સ અને પ્રાઈવેસી પોલિસી ટૂંકમાં જ સ્વીકારવી પડશે. વ્હોટ્સેપે યુઝર્સને જણાવ્યું છે કે જો તેઓ આ પ્રાઈવેસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેમનું વ્હોટસ્પે એકાઉન્ટ ડિલીટ કરવું પડશે. વ્હોટ્સેપે 8 ફેબ્રુઆરી, 2021 સુધીમાં આ પ્રાઈવસી પોલિસી સ્વીકારવા સમય આપ્યો છે. જો કે હાલ તો યુઝર્સને નોટ નાઉનું ઓપશન આપવામાં આવી રહ્યું છે. યુઝર્સે આજે નહીં તો 8 ફેબ્રુઆરી, 2021ના આ પ્રાઈવસી પોલિસી સ્વીકારવી પડશે, અન્યથા યુઝરનું એકાઉન્ટ ડિલીટ થઈ જશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે હવે વ્હોટ્સએપ તમારી દરેક માહિતી તેની મૂળ કંપની ફેસબુક સાથે શેર કરશે. આ પહેલીવાર છે, જ્યારે વ્હોટ્સએપે લખ્યું કે તે ડેટા ફેસબુક સાથે શેર કરશે. અત્યાર સુધીમાં તે આ વાતથી ઈનકાર કરતી રહી છે.
WhatsAppએ જણાવ્યું કે તે તમારા દરેક પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ડેટા લેશે. એટલે કે બેન્કનું નામ, કેટલી રકમ અને ડિલિવરીનું સ્થળ વગેરે ટ્રેક કરશે. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પણ તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જાણી જશે. વ્હોટ્સએપ તમારું લોકેશન પણ એક્સેસ કરશે. તેણે વિકલ્પ આપ્યો છે કે તેને તમે ડિસેબલ કરી શકો છો. જોકે એમ પણ કહ્યું છે કે તેને આઈપી એડ્રેસ અને મોબાઇલ નંબરથી જાણ થઈ જશે કે તમે ક્યાં અવર-જવર કરો છો. વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પર પણ નજર રાખશે. તેનાથી શેર થતા તમામ કેટલૉગ એક્સેસ તેની પાસે હશે. હવે કંપની પાસે એ પણ માહિતી હશે કે તમે કોને સૌથી વધુ વ્હોટ્સએપ કૉલ કરો છો. મહિનામાં કેટલા વ્હોટ્સએપ કોલ કરો છો? તમે કયા ગ્રૂપમાં સૌથી વધુ સક્રિય છો? તમે કેટલાં ગ્રૂપમાં છો? તમારું બ્રૉડકાસ્ટ લિસ્ટ કેટલું છે? વ્હોટ્સએપ તમને મિત્રો, ગ્રૂપ્સ, કન્ટેન્ટ વગેરે અંગે પણ સૂચન કરશે. આટલું જ નહીં શોપિંગ, સંબંધિત ઓફર, ફેસબુક કંપનીના પ્રોડક્ટની જાહેરાતો પણ બતાવશે. એક રીતે વૉટ્સએપ હવે તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે અને તેનું વિશ્લેષણ કરશે.
હાલમાં યૂઝર્સ પાસે આ ઓપ્શન છે
વ્હોટ્સેપમાં યુઝર્સની પાસે હાલમાં Not Nowનો ઓપશન છે. એટલે કે જો યૂઝર્સ હાલમાં ઈચ્છે તો તેને એક્સેપ્ટ ન કરે. ન સ્વીકારવા પર એપ ચાલતી રહેશે. ઉપરાંત નવી પોલિસી અંતર્ગત ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું ઈન્ટીગ્રેશન થશે. જોકે વ્હોટ્સેપનો ડેટા પહેલા પણ ફેસબુક સાથે શેર થતો હતો પરંતુ હવે ફેસબુકની સાથે વ્હોટ્સેપ અને ઈન્સ્ટાગ્રામનું ઈન્ટીગ્રેશન પહેલા કરતાં વધારે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે