સુરતની Vijay Dairy ને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

સુરત ની Vijay Dairy એ ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો. 

સુરતની Vijay Dairy ને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

સુરત ની Vijay Dairy એ ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.વિજય ડેરીની મીઠાઈઓ, નમકીન અને ઘી ના પેકેજિંગ બધાથી અલગ અને નવીતમ હતા. જેણે લોકોને આશ્ચર્યચકિત કરી મુક્યા હતા. મુલાકાતીઓ ઘી ના પેકેજિંગથી ઘણા આકર્ષાયા હતા. વિજય ડેરીના ઘી પેકેજિંગ ની ખાસિયત એ હતી કે ઘી ને PET જારમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. PET જારનો અનોખો આકાર અને ખાસ રંગ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. વિજય ડેરીની આ તમામ ડીઝાઈનની ટ્રેડમાર્ક અને કોપીરાઇટ નોંધણી થયેલ છે.

ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરી એ 7 પ્રકાર ના નમકીન પણ પ્રદર્શિત કાર્ય હતા. તમામ નમકીન 170 ગ્રામ, 400 ગ્રામના પાઉચમાં ઉપલબ્ધ હતા. નમકીન ના પેકેજિંગ માટે પણ બીજાથી અલગ તરી આવ્યા હતા.

વિજય ડેરીની મીઠાઈઓના પેકેજિંગે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મીઠાઈઓની નવીનતમ પેકેજિંગે લોકોને ચોંકાવી દીધા હતા.એમની મીઠાઈનું પેકેજિંગ MAP ( મોડીફાઈટ એટમોસ્ફેરિક પેકેજ ) પદ્ધતિથી કરે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી મીઠાઈની સેલ્ફ લાઈફ 20 દિવસથી વધુની થઈ જતી હોય છે.આ ટેકનોલોજીનો પેકેજિંગમાં ઉપયોગ એમને અલગ તારવતો હતો.સૌના આકર્ષણના કેન્દ્ર બન્યો હતો.

ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરીએ બીજી ઘણી પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી હતી જેમાં દૂધ, છાસ, દહીં, લસ્સી કપ, કોલ્ડ કોકો કપ અને પનીરનો સમાવેશ થતો હતો. દરેક પ્રોડક્ટ્સનું પેકેજિંગ અજોડ અને નવીનતમ હતું. જે બજારની રેગ્યુલર પેકેજિગથી અલગ તારવતું હતું. આ દરેક પ્રોડક્ટ્સની પેકેજિંગ અને રજુઆતમાં વિજય ડેરીએ બાજી મારી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અને Best Innovative Display નો એવોર્ડ મેળવવમાં સફળતા મેળવી હતી. જે વિજય ડેરી માટે ગર્વની બાબત કહી શકાય.

Disclaimer- This article is part of IndiaDotCom Pvt Ltd’s Consumer Connect Initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility, liability or claims for any errors or omissions in the content of the article. The IDPL Editorial team is not responsible for this content.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news