મતદાનને ગણતરીના કલાકો બાકી, ત્યાં સુરતમાં 2 ઉમેદવારોની દારૂ પાર્ટીએ ચર્ચા જગાવી

મતદાનને ગણતરીના કલાકો બાકી, ત્યાં સુરતમાં 2 ઉમેદવારોની દારૂ પાર્ટીએ ચર્ચા જગાવી
  • સુરતમાં ચૂંટણી પહેલા દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું, બે ઉમેદવારો સોશિયલ મીડિયા પર ચર્ચા
  • ભાજપના વોર્ડ નંબર 24 ના ઉમેદવાર સોમનાથ મરાઠેના ફોટા વાયરલ થયા
  • સુરતના વોર્ડ નંબર 29 ના અપક્ષ ઉમેદવાર વિકાસ મિશ્રાનો દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો

ચેતન પટેલ/સુરત :મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે સુરતમા રાજકારણ ગરમાયું છે. ચૂંટણીનો માહોલ ચરણસીમા પર પહોંચ્યો છે. ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે ત્યાં હવે સુરત (surat) માં સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાયું છે. સુરતમાં ભાજપના એક ઉમેદવારની દારૂ પાર્ટીનો એક ફોટો વાયરલ (viral photo) થયો છે, તો સાથે જ એક અપક્ષ ઉમેદવારની પણ દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. એક તરફ ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેનો દારૂ સાથેનો ફોટો અને બીજી તરફ અપક્ષ ઉમેદવાર વિકાસ મિશ્રાની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. 

ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેનો ફોટો વાયરલ 
સુરતમાં ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેનો દારૂની પાર્ટી કરતો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ (viral photo) થયો છે. સોમનાથ મરાઠે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 24 ભાજપના ઉમેદવાર (BJP candidate) છે. જો કે ZEE 24 કલાક આ વાયરલ ફોટોની પુષ્ટિ નથી કરતું. 

આ પણ વાંચો : ગુજરાતને મળ્યાં રાજ્યસભાના નવા 2 સાંસદ, રામ મોકરીયા અને દિનેશ પ્રજાતિ બિનહરીફ જીત્યા

ફોટો એડિટ કરાયો છે - સોમનાથ મરાઠે 
જોકે સોમનાથ મરાઠે (somnath marathe) આ ફોટો ફેક હોવાનું કહી રહ્યાં છે. વાયરલ થયેલા ફોટા (viral photo) અંગે સોમનાથ મરાઠેએ ખુલાસો આપતા કહ્યું કે, આ ફોટો એડિટિંગ દ્વારા બનાવામાં આવ્યો છે, તેમણે આવી કોઈ દારૂની પાર્ટીમાં હાજરી આપી જ નથી. તેમજ તેઓએ આરોપ પણ મૂક્યો છે કે, આ ફોટો તેમના વિરોધી એવા આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર વિલાસ પાટીલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. ફોટામાં હું પાર્ટી કરવા બેઠો છું તેવું ક્યાંય દેખાતું નથી. આમ મને અને મારી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે. 

અપક્ષ ઉમેદવારની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ 
તો સાથે જ સુરતમાં વધુ એક ઉમેદવારનો પણ દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો છે. સુરતના વોર્ડ નંબર 29 ના અપક્ષ ઉમેદવાર વિકાસ મિશ્રાનો દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો છે. 

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યાં સુરતમાં ઉમેદવારોએ દારૂની પાર્ટી કરી હોવાના દાવા સોશિયલ મીડિયા પર થઈ રહ્યાં છે. દારૂની મહેફિલના ફોટો-વીડિયો જાહેર થતાં રાજકારણ ગરમાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news