સુરત: શિક્ષણજગતમાં ખળભળાટ, 8 વર્ષના બાળકને ટ્યૂશન ટીચર બાથરૂમમાં લઈ ગયો અને પછી…

સુરતના નવાગામ વિસ્તારમાં ગણેશ આહિરે નામનો એક વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવે છે. ગણેશ આહિરેએ પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતા 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 5 જાન્યુઆરીના રોજ બાળક જ્યારે ટ્યુશન ક્લાસ ગયું હતું.

સુરત: શિક્ષણજગતમાં ખળભળાટ, 8 વર્ષના બાળકને ટ્યૂશન ટીચર બાથરૂમમાં લઈ ગયો અને પછી…

ચેતન પટેલ/સુરત: શહેરના ડીંડોલીના નવાગામ વિસ્તારમાં ટ્યુશન ચલાવતા શિક્ષક દ્વારા ક્લાસીસમાં આવતા એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. શિક્ષકની હરકત બાબતે બાળકે ઘરે તેના પરિવારના સભ્યોને માહિતી આપતા બાળકના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે શિક્ષક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના નવાગામ વિસ્તારમાં ગણેશ આહિરે નામનો એક વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવે છે. ગણેશ આહિરેએ પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતા 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 5 જાન્યુઆરીના રોજ બાળક જ્યારે ટ્યુશન ક્લાસ ગયું હતું ત્યારે શિક્ષક ગણેશ આહિરે 8 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસના બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. શિક્ષકની આવી હરકતને લઈને બાળકે ટ્યુશન ક્લાસથી ઘરે પરત જઈને આ સમગ્ર મામલે તેના પરિવારના સભ્યોને માહિતી આપી હતી.

પરિવારના સભ્યો બાળકની આ વાતથી ચોંકી ગયા હતા અને સમગ્ર મામલે શિક્ષક સામે કાર્યવાહી થાય તેવી માગણીને લઈને બાળકના પરિવારના સભ્યો ડીંડોલી પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પરિવારના સભ્યોએ પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી. તેથી સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ટ્યુશન ક્લાસીસના શિક્ષક ગણેશ આહિરેની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news