સ્વામીનારાયણ સંતે પ્રવચનમાં હદ પાર કરી, બિભત્સ રીતે કર્યું માતાજીનું વર્ણન

માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે અશ્લીલતા પીરસાવાનો મુદ્દો સળગ્યા બાદ સુરત (Surat) થી ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો સામે આવ્યો છે. સુરત સ્વામિનારાયણ (swaminarayan) સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સમ વર્ણન કરતા વિવાદનો મધપૂડો સળગ્યો છે. સ્વામીનારાયણ સંતની મહિલા પ્રત્યેનો વર્ણન કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાતા ભક્તોએ તેમનો વિરોધ દર્શાવ્યો છે.

સ્વામીનારાયણ સંતે પ્રવચનમાં હદ પાર કરી, બિભત્સ રીતે કર્યું માતાજીનું વર્ણન

તેજશ દવે/સુરત :માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે અશ્લીલતા પીરસાવાનો મુદ્દો સળગ્યા બાદ સુરત (Surat) થી ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો સામે આવ્યો છે. સુરત સ્વામિનારાયણ (swaminarayan) સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સમ વર્ણન કરતા વિવાદનો મધપૂડો સળગ્યો છે. સ્વામીનારાયણ સંતની માતાજી પ્રત્યેનો વર્ણન કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાતા ભક્તોએ તેમનો વિરોધ દર્શાવ્યો છે.

લોકોએ સ્વામીને મેથીપાક ચખાડ્યો 
સુરતમાં એક ધાર્મિક લાગણી દુભાવતો એક સંતનો વીડિયો (viral video) સામે આવ્યો છે. સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સમ વર્ણન કરતા વિવાદ સળગ્યો છે. સ્વામીનારાયણ સંતે માતાજીના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી ભાવિકોની લાગણી દુભાવતા સંત સામે ભક્તોમાં રોષ ફેલાયો હતો. માતાજીનું અપમાન કરનાર સ્વામીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. માતાને સ્વર્ગની અપ્સરા જેમ ખોટી રીતે ઈતિહાસ રજૂ કરી માતાજીને અપમાનિત કરનાર સંત સુરતનો હોવાની જાણ થતા ભાવિકો ઉમટ્યા હતા. મંદિરમાં જઈને વિવાદિત સંતને પકડી પાડ્યો હતો. ત્યારે વિવાદિત સંતને મેથીપાક ચખાડતા દ્રશ્યોના CCTV આવ્યા સામે આવ્યા છે. આખરે મંદિરના લોકો ભેગા થતા મામલો શાંત પાડ્યો હતો. સ્વામી દ્વારા માતાજી બદલ અભદ્ર શબ્દો બોલવા મામલે માફી માંગી અને વીડિયો ડિલીટ કર્યો હતો. જોકે, તે પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

તમે ક્યારેય અપ્સરા જોઈ છે ખરી. 
આ વીડિયોમાં સ્વામી માતાજીના વર્ણન વિશે વાત કરી રહ્યાં છે. જેમાં ચારણ અને મહારાજ વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ છે. જેમાં ચારણ મહારાજને સ્વર્ગની અપ્સરા જેવી માતાનું વર્ણન કરે છે. નેસડામાં રહેતી એક અપ્સરાનું વીડિયોમાં વર્ણન કરાયુ છે. વીડિયોમાં સ્વામી કહી રહ્યા છે કે, ‘ચારણે પોતાની કુબુદ્ધિથી અપ્સરાનું વર્ણન કર્યું. નેસડામાં એક અપ્સરા રહે છે. મૃગ જેવી જેની આંખો છે, ભરાવદાર જેની છાતી છે. શ્રૃંગાર રસ, બિભત્સ રસ, કામુકતા, વાસ્નીક વાતો સાંભળી રામ માંડલીક ભાન ભૂલવા લાગ્યો....’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news