ગુજરાતમાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં! મુખ્ય સૂત્રધાર રસેશ ગુજરાતીને લઈને અનેક મોટા ખુલાસા

Gujarat Fake Medical Degree Racket: સુરતમાંથી પકડાયેલા બોગસ તબીબો મુદ્દે મુખ્ય સૂત્રધાર રસેશ ગુજરાતીની BEMS કોલેજ પર ZEE 24 કલાકની ટીમ પહોંચી હતી. જેમાં રસેશ ગુજરાતીને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. રસેલ ગુજરાતી કોલેજ પણ ખંડેર ઘરમાં ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં! મુખ્ય સૂત્રધાર રસેશ ગુજરાતીને લઈને અનેક મોટા ખુલાસા

Gujarat Fake Medical Degree Racket: સુરતમાંથી પકડાયેલા બોગસ તબીબો મુદ્દે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાતમાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી તેવા ચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે. આટલા બોગસ ડોકટર પકડાયા હોવા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શું આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી? સુરતમાં ડોકટર બનાવવાનું કારખાનું ઝડપાયું હોવા છતાં તંત્ર ઊંઘી રહ્યું છે.

સુરતમાંથી પકડાયેલા બોગસ તબીબો મુદ્દે મુખ્ય સૂત્રધાર રસેશ ગુજરાતીની BEMS કોલેજ પર ZEE 24 કલાકની ટીમ પહોંચી હતી. જેમાં રસેશ ગુજરાતીને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. રસેલ ગુજરાતી કોલેજ પણ ખંડેર ઘરમાં ચલાવતો હોવાનું સામે આવ્યું છે. કોઈને જાણ ન થાય તેવી રીતે રસેશ ગુજરાતી કોલેજ ચલાવતો હતો. રસેશ ગુજરાતી 75 હજારમાં BEMS નું સર્ટિ આપતો હતો. રસેશ ગુજરાતી આ કોલેજથી આખું સ્કેમ ચલાવતો હતો. રસેશ ગુજરાતીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ચેડા કર્યા હોવાનો ખુલાસો થયો છે. પાંડેસરા પોલીસે ગઈકાલે જ રસેશ ગુજરાતી સહિતના બોગસ તબીબોની ધરપકડ કરી છે. પોલીસે આ સમગ્ર ઘટનામાં રસેસ સહિત 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. રસેસ તેમજ તેની ગેંગ દ્વારા જો કોઈ વ્યક્તિ ડિગ્રીના અથવા તો ડિગ્રી રીન્યુઅલ ના પૈસા ના આપે તો તેમને ધાક ધમકી આપતા હતા જેથી પોલીસે આ ગેમવિરોધ અલગથી ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધ્યો છે. 

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સ્કેમનો પર્દાફાશ
રૂપિયા 70,000 આપો અને ડિગ્રી લઈ જાઓ જો કોઈ પોલીસ કર્મી અથવા તો કોઈ હેરાન કરે તો તમારી પાછળ હું છું તેમ કહીને સમગ્ર રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સ્કેમનો પર્દાફાશ સુરત પાંડેસરા પોલીસે કર્યો છે. સુરત પાંડેસરા પોલીસે થોડા સમય પહેલા જ ત્રણ જેટલા તબીબો ને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાં તેમની ડિગ્રી ચેક કરતા તે બોગસ હોવાનું સામે આવ્યું હતું આ ડિગ્રી તેઓ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે આ બોગસ ડિગ્રી સુરતમાં રહેતા રસેસ ગુજરાતી અને બી.કે રાવત પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી જે રીતે આ ત્રણે બોગસ તબીબો દ્વારા કબુલાત કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક ટીમને અમદાવાદ ખાતે રહેતા બીકે રાવતને ત્યાં પણ મોકલી આપવામાં આવી હતી. જ્યાંથી પોલીસને કોરા બોગસ સર્ટી 30, અન્ય બોગસ સર્ટિ 100 તેમજ 1200 જેટલા રજીસ્ટ્રેશન થયેલા તબીબો ની યાદી મળી આવી હતી. 

દરેક તબીબો નું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું!
પોલીસ તપાસ દરમિયાન બહાર આવી હતી કે આ બોગસ સ્કેમ ચલાવનાર મુખ્ય આરોપીઓ દ્વારા બી.ઇ.એચ.એમ.ગુજરાત ..કોમ નામની વેબસાઈટ ચલાવવામાં આવી હતી જેમાં દરેક તબીબો નું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું પરંતુ રજીસ્ટ્રેશન પહેલા તેમની પાસેથી ₹70,000 થી લઈ 80,000 સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. આ ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલા દરેક બોગસ તબીબોનો રીન્યુઅલ સર્ટી માટે 5,000 થી લઈ 10,000 વસૂલવામાં આવતા હતા. આ ગેગ દ્વારા ઈરફાન અને સોબીત નામના બંને આરોપીઓને રાખવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ દ્વારા રજીસ્ટ્રેશન ફી તેમજ રીન્યુઅલ ફી ઉઘરાવવામાં આવતી હતી જો કોઈ રિન્યુઅલ ફીઅથવા તો રજીસ્ટ્રેશન ફી આપવાની ના પાડે તો તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી. 

બોગસ તબીબ સહિત 13 આરોપીઓની ધરપકડ
પોલીસે આ સમગ્ર બનાવવામાં આચાર્ય આરોપીઓ વિરુદ્ધ ખંડણી અને ધાકધમકીનો પણ ગુનો નોંધ્યો છે. પકડાયેલ આરોપી પૈકી સમીમ અન્સારી પણ આરોપી રસેશ ગુજરાતી પાસે આ બોગસ ડિગ્રી લીધી હતી અને ભેસ્તાન વિસ્તારમાં ક્લિનિક શરૂ કરી દીધું હતું જો કે સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવને લઈને ભેસ્તાન પોલીસે બોગસ આરોપી એવા સમિમ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી સમીમ લાજપોર જેલમાં 108 દિવસ રહીને બહાર આવ્યો હતો. પાંડેસરા પોલીસે આ સમગ્ર બનાવવામાં બોગસ તબીબ સહિત 13 આરોપીઓની ધરપકડ કરી છે. ઝી 24 કલાકની ટીમ દ્વારા જ્યારે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓની પાસેની જે ડિગ્રી છે તે ધોરણ 10 ,12 અને કોલેજ સુધીની જ છે. 

આ સ્કેમ વર્ષ 2002થી ચાલતું!
વધુમાં આરોપી રસસે જણાવ્યું હતું કે તેઓ તો રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ એલોપેથીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. આ સ્કેમ વર્ષ 2002 થી તેઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. જેથી પોલીસ દ્વારા મુખ્ય આરોપી રસેસ અને બીકે રાવત ના બેન્ક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરશે કારણ કે અત્યાર સુધી આ બંને આરોપીઓ દ્વારા 1200 થી વધુ લોકો પાસેથી 70 હજારથી વધુની રકમ એટલે કે કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે જો જરૂર જણાવશે તો આ સમગ્ર બનાવવામાં ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે.

પકડાયેલ આરોપી ડોક્ટર

  • 1.ડો.રસેસ ગુજરાતી
  • 2.ભુપેન્દ્ર રાવત
  • 3.ઈરફાન સૈયદ
  • 4.રાકેશ પટેલ
  • 5.આમીન ખાન
  • 6.સમીમ અસારી
  • 7.સૈયદ બસલ
  • 8.મો.ઇસ્માઇલ શેખ
  • 9.તબરીશ સૈયદ
  • 10.રાહુલ રાઉત
  • 11.શશીકાંત મહતોઉ
  • 12.સિદ્ધાર્થ દેવનાથ
  • 13.પાર્થ કલીપદ

આશરે એક હજારથી વધારે લોકોને BEMSની બોગસ ડિગ્રી મળી
સને-૨૦૦૨ માં ગોપીપુરા કાજીના મેદાન, રત્ન સાગર સ્કુલની સામે “ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટ"ની સ્થાપના થયેલ હતી. આ ટ્રસ્ટના અંડરમાં "ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ" ની પણ સ્થાપના કરેલ. ત્યારબાદ તેને અનુભવ થયેલ કે, લોકો ઇલેક્ટ્રો હોમીયોપેથીનો પ્રોપર ત્રણ વર્ષ અભ્યાસ કરવામાં રસ ધરાવતા નથી અને ઇલેક્ટ્રો હોમીયોપેથીનો અભ્યાસ અને સારવાર બહુમત મહેનતનું કામ છે અને લોકોમાં પણ ઇલેક્ટ્રો હોમીયોપેથી માટે જાગૃતતા નથી. જેથી લોકો પણ ઇલેક્ટ્રો હોમીયોપેથી પાસે સારવાર કરાવતા નથી અને જેથી તેઓ સતત નુકશાનીમાં ચાલતા હતા. જેથી તેણે તથા ડૉ.બી.કે.રાવતનાઓએ પૈસા કમાવવા સારૂ BEMS ના અભ્યાસ માટે કોઇપણ માણસને કોઇપણ અભ્યાસ વગર એડમીશન આપી તેઓની પાસેથી રૂ.૭૫,૦૦૦/- ફ્રી લઇ એક અઠવાડીયા પછી BEMS ડિગ્રી, માર્કશીટ, રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અને આઇકાર્ડ આપી તેઓ ડિગ્રી ધારકને બાહેદરી આપતા કે, તમે કલિનીક/ દવાખાનું ચલાવવામાં કોઇ મુશ્કેલી પડે તો અમે તમને મદદ કરશું તેમજ ઇમરજન્સી હોય તો તમે મને કે અમારી સંસ્થાને મોબાઇલ ફોન પર સંપર્ક કરી શકશો અને તમે એલોપેથીક, આયુર્વેદીક, હોમીયોપેથીકની દવા પણ આપી શકશો તેવી બાહેદરી આપી તેઓને વિશ્વાસ અને ભરોસો આપતા હતાં. અમારી પાસેથી BEMS ડિગ્રી મેળવેલ ડૉક્ટરના રેફરન્સથી તેઓ બીજા લોકોને મોકલતા હતી તે ડૉકટરને પાંચ હજાર રૂપીયા કમિશન આપતા હતાં. રસેષ વિઠલદાસ ગુજરાથી અને ડૉ.બી.કે.રાવત નાઓએ મળીને બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમીયોપેથીક મેડીસીનના નામે આશરે એક હજારથી વધારે લોકોને BEMS ની બોગસ ડિગ્રી આપેલ છે અને તેઓએ અમારી સ્કુલમાંથી કોઇપણ પ્રકારનો અભ્યાસ કે ટ્રેનીંગ લીધેલ નથી

બોગસ તબીબોએ એક વેબસાઈટ પણ બનાવી હતી
ડૉ.બી.કે.રાવતનાઓ BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટને સાચા જેવું લાગે તે માટે તેની ડિઝાઇન સારી કરી તેના પર ડૉ.બી.કે.રાવત અને બોર્ડનું સ્ટીકર લગાડતા હતાં. ડો. બી.કે.રાવતનાઓએ behmgujarat.com નામની વેબસાઇટ તૈયાર કરેલ અને તેમાં BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટ લઇ જનાર વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરતા હતાં. જેથી BEMS ની ડિગ્રી બોગસ છે તેની કોઇ જાણકારી થતી ન હતી.આ રસેષ ગુજરાથી અને બી.કે.રાવતનાઓએ બે પ્રકારના મોડલ તૈયાર કરેલ જેમાં પહેલા મોડલમાં તેઓ ડૉકટરને BEMS ની ડિગ્રી રૂ.૭૦,૦૦૦/- માં આપતા હતાં તેઓની કલિનીક ચલાવવાની, દવા લેવા અને પ્રેક્ટીશ કરવાની જવાબદારી ડૉકટર પર રહેતી હતી. આ ડૉકટરે પાસે તેઓ રજીસ્ટ્રેશન માટે દર વર્ષે રૂ.૧,૫૦૦/- અને એઓશીયેશન ફી ના રૂ.૧,૫૦૦/- મળી કુલ્લે રૂ.૩,૦૦૦/- ની ઉઘરાણી કરતા હતાં. 

BEMSની ડિગ્રી રૂ.70,000માં આપતા
બીજા પ્રકારના મોડલમાં તેઓ ડૉકટરને BEMS ની ડિગ્રી રૂ.૭૦,૦૦0/- માં આપતા હતાં અને દર માસે તેઓની પાસેથી રૂ.૫,૦૦૦/- પ્રોટેકશન અને માર્ગદર્શન માટે લેતા હતાં. તેમજ આ બંને પ્રકારના મોડલમાં કોઇ ડૉકટર પૈસા આપવાની ના પાડે તેઓની પાસે ઇરફાન ઇસ્માલ સૈયદ અને શોભીતસિંગ મહિપાલસિંહનાઓ જઈ તેઓને પોલીસ કે આરોગ્યના નામે ડરાવી ધમકાવીને પૈસાની માંગણી કરતાં હતાં. તેમ છતાં કોઇ પૈસા આપવાની ના પાડે તો ડૉ.બી.કે.રાવતનાઓ એક નોટીસ જે તે ડોકટરને આપતા જેથી રસેષનાઓ જેતે કલિનીક પર જઇ તેના ડૉકટરને પોલીસ કે આરોગ્યના નામે ડરાવી ધમકાવી તેઓની ડિગ્રી રદ્દ કરવાની ધમકી આપી તેઓની પાસેથી પૈસા ઉધરાણી કરતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news