Gold Rate Today: અચાનક ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો લેટેસ્ટ રેટ
Today Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Trending Photos
સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અઠવાડિયાની શરૂઆતમાં ભાવ તૂટ્યા બાદ ફરી ચડી ગયા અને આજે ફરીથી સોનું પછડાયું છે. જો કે વાયદા બજારમાં સોનું તેજીમાં જોવા મળ્યું પરંતુ શરાફા બજારમાં આજે ભાવ તૂટ્યા છે. લગ્નગાળો ચાલુ છે અને આવામાં જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા માંગતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 301 રૂપિયા તૂટીને 76,152 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે જે કાલે 76,453 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં મામૂલી 213 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને હાલ 90,997 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે જે કાલે 91,210 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/OuG9NaQ8Zi
— IBJA (@IBJA1919) December 6, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/goBpod7vrH
— IBJA (@IBJA1919) December 6, 2024
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સોનું 300 રૂપિયાની તેજી સાથે 76,760 રૂપિયા પર જોવા મળ્યું જે કાલે 76,476 પર બંધ થયું હતું. જ્યારે ચાંદીમાં આ દરમિયાન 771 રૂપિયાની તેજી આવી અને ભાવ 93,195 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો જે કાલે 92,424 રૂપિયા પર બંધ થયો હતો.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે