પ્રિન્ટિંગનું કામ કરતા બે મિત્રો પહેલીવાર ચોરી કરવા ગયા, હાથ કંઈ લાગે તે પહેલા જ પોલીસે પકડી લીધા

Surat Police : સુરત પોલીસને બે ચોરને પકડવામાં સફળતા મળી હતી, એટીએમમાં ચોરી કરીને ભાગે તે પહેલા જ સુરત પોલીસે બે ચોરોને પકડી પાડ્યા 
 

પ્રિન્ટિંગનું કામ કરતા બે મિત્રો પહેલીવાર ચોરી કરવા ગયા, હાથ કંઈ લાગે તે પહેલા જ પોલીસે પકડી લીધા

Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનો સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જાણ થતા દોડી આવેલી પોલીસે એટીએમ બાદ પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહેલા બંને ચોરને ગણતરીની મિનીટમાં ઝડપી પાડ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત કમલા ચોક નજીક શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ત્રાટકયા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા બે ચોર એટીએમમાં ઘુસી સેફટી ડોર તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમ થકી પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ તુરંત જ દોડતી થઈ હતી. 

આ પણ વાંચો : 

પરંતુ બીજી તરફ, સેફ્ટી ડોર તોડવામાં સફળતા ન મળતા, બંને ચોર પોલીસ આવે તે પહેલા ત્યાંથી ભાગી ગયા હતા. આગળ જઇ બંને ચોર પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અરસામાં ચોરની શોધખોળ કરતી પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે જોઈ બે પૈકી એક ભાગી ગયો હતો, જયારે એક ચોર ધીરજસીંગ ઉર્ફે ધીરૂસીંગ લક્ષ્મણસીંગ રાજપૂતને સુરત પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. 

suart_atm_chori_zee.jpg

તેની પૂછપરછના આધારે તેની સાથે રહેતા હમવતની સાથીદાર સંજીવ જગદીશપ્રસાદ ચૌધરીને પણ ગણતરીની મિનીટોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ત્યારે પ્રિન્ટીંગ કામ કરતા બંને મિત્રો પ્રથમ વખત ચોરી કરવા ગયા હતા, પરંતુ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા તેવું એસીપી દેસાઈએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news