સુરતીઓને મજા પડી જશે! ડુમસ દરિયા કિનારે જોવા મળશે એવી એવી સુવિધાઓ...જુઓ PICS

Dumas Sea Face Project: સુરતીઓને હવે ડુમસ દરિયા કાંઠે ફરવાની મજા અનેક ગણી વધી જશે કારણ કે . સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સ્ટેન્ડિંગ કમિટીએ ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dumas Sea Phase Development Project) ના ફેઝ 1ના 174.22 કરોડના ટેન્ડરને મંજૂરી આપી દીધી છે.

સુરતીઓને મજા પડી જશે! ડુમસ દરિયા કિનારે જોવા મળશે એવી એવી સુવિધાઓ...જુઓ PICS

Dumas Sea Face Project: ડુમસ દરિયા કિનારો એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. જેને વધુ આકર્ષક બનાવવા માટે કામ થઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સ્ટેન્ડિંગ કમિટીએ ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dumas Sea Phase Development Project) ના ફેઝ 1ના 174.22 કરોડના ટેન્ડરને મંજૂરી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે આ પ્રોજેક્ટ કાર્ય મરીન થીમ પર આધારિત હશે. 

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ માચે અગાઉ 137.72 કરોડ રૂપિયાનો અંદાજો મૂક્યો હતો. જો કે પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે 25.51 ટકાના વધારા સાથે 174.22 કરોડ અંદાજિત ખર્ચ સાથે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી. 

પ્રોજેક્ટના ફેઝ1માં આ સુવિધાઓ હશે સામેલ
પ્રોજેક્ટના ફેઝ-1માં  બે મલ્ટીલેવલ કાર પાર્કિંગ બિલ્ડિંગ હશે જેમાં કાર-ટુ વ્હીલરનું પાર્કિંગ થઈ શકશે. 7000 સ્ક્વેર મીટરનો બાળકોનો પ્લે એરિયા, 1 કિલોમીટર લાંબો સાઈકલ ટ્રેક અને એક કિલોમીટર લાંબો વોકવે હશે. વિવિધ પ્રકારના 9 સ્કલ્પચર્સ પણ હશે. તેમાં 3800 સ્ક્વેર મીટરનો અર્બન બીચ પણ હશે. આ ઉપરાંત ખાણીપીણીના શોખીન સુરતી લોકો માટે 25 જેટલા સ્ટોલ ઊભા કરવાનું પણ આયોજન છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની દરિયા ગણેશ મંદિરથી શરૂઆત કરવામાં આવશે. 

ટૂંકમાં જાણો સુવિધાઓ વિશે....

- લેન્ડસ્કલ્પિંગ
- અરાઈવલ પ્લાઝા
- મલ્ટી લેવલ કાર પાર્કિંગ
- સ્કલ્પચર્સ
- અર્બન બીચ
- સ્પોર્ટ્સ એરિયા, બાળકો માટે રમવાનો એરિયા
- સાઈકલ ટ્રેક, વોક વે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news