‘હું તમારો હર્ષ....’ આટલુ કહીને જાહેરમાં ભાવુક થયા ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) નો સરળ સ્વભાવ આ હોદ્દે પોહોંચ્યા પછી પણ એવો જ છે અને એવો જ રહેશે. સુરત (Surat) માં એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા હતા. હર્ષ સંઘવીના આંખમાં આંસુ પણ આવ્યા હતા. હર્ષ સંઘવીએ પોતાના-માતા પિતા અને પત્નીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો.
હર્ષ સંઘવીનો પરિવાર પણ રડી પડ્યો
ગઈકાલે સુરતમાં જૈન સમાજ (Jain Samaj) ના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જૈન સમાજના કાર્યક્રમમાં સ્પીચ આપતા આવ્યા હર્ષના આસું આવી ગયા હતા. સમાજમાં પોતાના સન્માન સાથે પરિવારનું સ્ટેજ પર સન્માન કરાતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. હર્ષ સંઘવીની સાથે તેમનો પરિવાર પણ ભાવુક થયો હતો. હર્ષ સંઘવીના માતા અને પત્ની થયા તેમની સાથે ભાવુક થયા તા. હર્ષની વાતો સાંભળી તેમનો પરિવાર સ્ટેજ પર ખુશીના આસું રડી પડ્યો હતો.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વડીલો માટે હું હંમેશા હર્ષ જ છું અને રહીશ. મારા વડીલ મિત્રોએ ક્યારેય હર્ષભાઈ નહીં કહેવું પડે. હું હર્ષ હતો અને હંમેશા હર્ષ જ રહીશ. પરંતુ રાજ્યની વ્યવસ્થાના હિસાબે ઈન્સ્ટિટ્યુશનની જે ગંભીરતા છે તે જોતા કદાચ એવુ થશે કે, કદાચ પ્રેક્ટિકલી તમારી અને મારી દૂરી 20 30 ફૂટની રહી જાય, પરંતુ દિલમાં આ દૂરી ક્યારેય ઓછી નહિ થઈ હોય. મારા માતાપિતાએ મારા માટે ઘણુ કર્યુ છે. પરંતુ મારા માતાપિતાએ પોતાની ઈચ્છા શક્તિ બાજુમાં રાખીને મારા ભાઈ-બહેનો માટે તેમનો પોતાનો સમય અમને આપ્યો. 26 મા વર્ષે હુ ધારાસભ્ય બન્યો હતો. મારા લગ્નને થોડો સમય જ થયો હતો, અને આ ઉંમરમાં હુ આ સામાજિક જવાબદારીમાં આવી ગયો હતો. આવા સમયે મારી પત્ની મોટી મદદગાર બની છે.’ આ શબ્દો સાંભળીને તેમના પત્ની પ્રાચીબેન પણ જાહેરમાં રડી પડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે