સુરત પાલિકાની તિજોરી તળીયા ઝાટક, રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગ કરી
શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ડિસેમ્બર મહિના સુધી ચાલે તેવી ધારણા મુકીને સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગણી કરી છે. હાલમાં સુરત પાલિકાની તિજોરી ખાલી થઇ જતા પાલિકાએ કોરોનાને નાથવા માટે ડિસેમ્બર સુધીમાં 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેવો અંદાજ લગાવીને રાજ્ય સરકાર પાસેથી ભંડોળની માંગ કરી છે.
Trending Photos
સુરત : શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ડિસેમ્બર મહિના સુધી ચાલે તેવી ધારણા મુકીને સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગણી કરી છે. હાલમાં સુરત પાલિકાની તિજોરી ખાલી થઇ જતા પાલિકાએ કોરોનાને નાથવા માટે ડિસેમ્બર સુધીમાં 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેવો અંદાજ લગાવીને રાજ્ય સરકાર પાસેથી ભંડોળની માંગ કરી છે.
સુરત કોર્પોરેશન દ્વારા કોરોનાની કામગીરીમાં અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરોનાની ગ્રાન્ટ પેટે 43 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જો કે 40 કરોડ રાહત કામગીરી, દવા, હોસ્પિટલનાં બીલ, મા્ક સહિતની સામગ્રી ખરીદવા માટે વપરાયા છે. થોડા સમય અગાઉ પાલિકાઓએ રાજ્યનાં રાહત કમિશ્નર પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો કે સરકારને હજી સુધી એખ પણ રૂપિયા ફાળવવામાં આવ્યો નથી.
કોરોના અંગે મનપાને કોઇ પણ પ્રકારની આવક નથી. જેને લઇને મનપાની તિજોરી હાલ ખાલી છે. જેથી આગામી ચાર પાંચ મહિના સુધી કોરોનાને લગથી કામગીરી માટે પાલિકાનો સરેરાશ 140 કરોડ રૂપિયાનો ખર્ચ છવાનો અંદાજ છે. જેથી આ નાણાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે