સુરત: વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો

સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

સુરત: વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો

કિરણસિંહ ગોહિલ, ચેતન પટેલ/ સુરત: સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

Image may contain: one or more people and outdoor

મળતી માહિતી મુજબ વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકોએ પોલીસ સાથે બબાલ કરી. હાલ પલસાણા કડોદરા બારડોલી પોલીસ ઘટનાસ્થળે છે. અત્રે જણાવવાનું કે લોકડાઉન બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતીય શ્રમિકો માટે મોટી સમસ્યા પેદા થઈ છે. તેઓ પોતાને ગામ પાછા ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે. 

Image may contain: one or more people, crowd and outdoor

અત્રે જણાવવાનું કે લોકડાઉન 3 શરૂ થતા જ કલેક્ટર કચેરી પર શ્રમિકોની ભીડ ઉમટવા માંડી છે. વતન પરત જવા માટે મંજૂરી લેવા માટે શ્રમિકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા છે. સુરતમાં આજે પણ વધુ બે પોઝિટિવ કેસ આવ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે. 

જુઓ LIVE TV

મહેસાણામાં પણ પરપ્રાંતીયોનો હોબાળો
આ બાજુ મહેસાણામાં પણ કલેક્ટર કચેરી પાસે પરપ્રાંતીયોનો હોબાળો જોવા મળ્યો છે. જિલ્લા કલેક્ટરની કારને રોકીને વતન જવાની માગણી કરાઈ. જિલ્લા કલેક્ટરે ઓફલાઈન અરજી લેવાની શરૂઆત કરી. કલેક્ટર વિભાગના અણઘડ વહીવટથી પરેશાન લોકોએ હોબાળો કર્યો. યુપી બિહારના પરપ્રાંતીઓએ વતન જવાની મંજૂરી નહીં મળતા હોબાળો કર્યો. 200 જેટલા પરપ્રાંતીઓ કલેક્ટર કચેરી આગળ ધસી આવ્યાં હતાં. તેમણે કહ્યું કે કોરોનાથી નહીં અમે ભૂખથી મરી જઈશું. તેમણે એમ પણ કહ્યું કે અરજી લખવા માટે પણ 200 રૂપિયા આપવા પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news