આઈસ ગોલા ખાતા નહિ! આઈસ ડિશમાં શું મળ્યું તે જાણીને તમે ખાવાનું પણ પસંદ નહિ કરો

Ice Gola Sample Fail : સુરતમાં આઈસગોલા ખાતા પહેલા થઈ જજો સાવધાન, ઉનાળામાં ખાસ બનતા આઈસગોલા આરોગ્ય પ્રદ ન હોવાનો ખુલાસો, આઈસ ડિશનું વેચાણ કરતી 3 સંસ્થાઓના નમૂના થયા ફેઈલ, આઈસ ડિશમાં વપરાતા સિરપ અને ક્રીમના નમૂના ફેઈલ થયાનો ખુલાસો
 

આઈસ ગોલા ખાતા નહિ! આઈસ ડિશમાં શું મળ્યું તે જાણીને તમે ખાવાનું પણ પસંદ નહિ કરો

Surat News : હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા, બરફગોળા સહિત આઈશ ડિશનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે. પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ ડીશ અને બરફ ગોળો આરોગી રહ્યા છે, તે કેટલો આરોગ્યપ્રદ છે તેનો ખ્યાલ પણ હોતો નથી. જ્યાં કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડીશમાં ક્રીમ અને શિરપ સહિત ડ્રાયફ્રુટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ થોડા દિવસ અગાઉ શહેરમાં આઈશ ડિશનું વેચાણ કરતી 16 જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલ 23 જેટલા શિરપ અને ક્રીમના નમૂનાઓ પૈકી ત્રણ સંસ્થાઓના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ધારા-ધોરણ મુજબ નહિ મળી આવતા એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કસૂરવાર સઁસ્થાઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

સુરતના આ વિસ્તારોમાં ન ખાતા આઈસ ગોલા 
કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડીશમાં ક્રીમ અને શિરપ સહિત ડ્રાયફ્રુટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી. જે ફરિયાદના આધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વરાછા, સિંગણપોર, કતારગામ, સરથાણા, ઘોડ દોડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલ 16 જેટલી આઈશ ડિશ વિક્રેતાઓના દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. બે દિવસ અગાઉ પાડવામાં આવેલ દરોડા દરમ્યાન 16 સંસ્થાઓમાંથી ડ્રાયફૂટ, ક્રીમ, સીરપ સહિત અન્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. જે તમામ નમૂનાઓ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જે તપાસમાં 16 પૈકીની ત્રણ સંસ્થાઓના ક્રીમ અને સીરપના નમૂનાઓ ધારા ધોરણ મુજબ નહીં મળી આવતા પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

કોના કોના સેમ્પલ ફેલ નીકળ્યા 
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારી ડી. કે.પટેલના જણાવ્યા અનુસાર, 16 સંસ્થાઓમાંથી ક્રીમ અને સીરપના 23 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અડાજણ સ્થિત આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ આઈશ ડિશ, જે.બી.આઈશ ડિશ અને રાજ આઈશ ડિશ વિક્રેતાઓના નમૂના ધારા ધોરણ મળી આવ્યા નથી. જેમાં ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું છે. સામાન્ય રીતે 60 ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે. પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમ્યાન ઓછું મળી આવ્યું છે. 

આઈસ ગોલાની ક્રીમ ખાવા જેવી નથી 
આનંદ મહલ રોડ ઉપર આવેલ રજવાડી મલાઈ ગોળા નામની સંસ્થામાંથી લેવામાં આવેલ ક્રીમના નમૂના ફેલ જણાઈ આવ્યા છે. ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. 60 ટકા મિલ્ક ફેટ હોવું જરૂરી છે, જેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે. આ સાથે સિંગણપોરની જે.બી. આઈશ ડિશ ગોળા સેન્ટરમાંથી લેવામાં આવેલ "ઓરેન્જ શિરપ"નો નમૂનો ફેલ જણાઈ આવ્યો છે. નમૂનામાં "ટોટલ સોલ્યુબલ સોલાઈડ" ની માત્ર 65 ટકા હોવી જરૂરી છે. જેનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. જ્યારે આનંદ મહલ રોડ પર આવેલ રાજ આઈશ ડિશના ક્રીમના નમૂના ફેલ જણાઈ આવ્યા છે. જેમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. ત્રણેય સંસ્થાઓ સામે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે પાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા અખાદ્ય 22 લીટર શિરપ અને ક્રીમનો જથ્થો પણ નાશ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news