રાત રંગીન બનાવવા માટે ડેટિંગ એપથી યુવકને બોલાવ્યો, સમલૈંગિક સંબંધ બાંધી કર્યો બ્લેકમેલ

Honeytrap In Same Sex Relationship : વરાછાના સમલૈગિંક યુવકને સંબંધ બાંધવા બોલાવી બ્લેકમેલ કરી 2.50 લાખ પડાવનાર આરોપીની ધરપકડ, અમરોલી પોલીસે કરી 4 આરોપીની ધરપકડ, 36 વર્ષીય યુવકનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા, વરાછાના સમલૈગિંક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવી સંબંધ બાંધવા બોલાવીને વિડીયો ઉતારી ધમકી આપી

રાત રંગીન બનાવવા માટે ડેટિંગ એપથી યુવકને બોલાવ્યો, સમલૈંગિક સંબંધ બાંધી કર્યો બ્લેકમેલ

Surat Crime News ચેતન પટેલ/સુરત : સુરતમાં હનીટ્રેપની ઘટના બાદ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જે ઘટના હનીટ્રેપ કરતા બિલકુલ અલગ છે. આરોપીઓ દ્વારા રૂપિયા પડાવવા હવે નવો માર્ગ અપનાવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયા એપથી સમલૈંગિક સંબંધો બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોનો સંપર્ક કરી બોલાવતા અને ત્યાર બાદ બિભત્સ વિડીયો ઉતારી બ્લેકમેલ કરતા હતા. આવી જ એક ગેંગને અમરોલી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. જે ગેંગના આરોપીઓ માં એક સગીરનો સમાવેશ થાય છે. 

સુરતના અમરોલી વિસ્તારમાં સમલૈંગિક સંબંધો બાંધવાના નામે યુવકને બોલાવી ચાર જેટલા લોકો દ્વારા રૂપિયા અઢી લાખ જેટલી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય યુવકને બ્લુડ લાઈવ એન્ડ ડેટિંગ એપ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સોશિયલ મીડિયા એપ પરથી આવેલી ફ્રેમ રિક્વેસ્ટ આ યુવક દ્વારા સ્વીકારવામાં આવી હતી. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા યુવક સાથે ઓનલાઈન ચેટિંગ શરૂ થયું હતું. 

જે બાદ સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી યુવકને અમરોલી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બોલાવી યુવકનો બીભત્સ વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો.યુવકને જ્યારે રૂમમાં બોલાવવામાં આવ્યો,ત્યારે પહેલાંથી જ એક ઇસમ નગ્ન અવસ્થામાં હતો.જે બાદ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી હતી. ચાર જેટલા શખ્સોએ ભોગ બનનાર પાસે રૂપિયા 7.50 લાખની માંગણી કરી હતી.જે રૂપિયાની દસ જેટલી ગાડીઓ ઘાસની પાંજરાપોળ ખાતે દાન કરીશું તેમ જણાવ્યું હતું.ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી બે દિવસનો વાયદો કર્યો હતો. જે બાદ હેમહેમ રીતે યુવકે અઢી લાખ રૂપિયા જેટલી રકમ એકઠી કરી રોપીઓને આપી હતી. પરંતુ ત્યારબાદ બાકીના રૂપિયાની ઉઘરાણી શરૂ કરાતાં યુવકે હિંમત દાખવી અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો.

ભોગ બનેલા યુવકે અમરોલી પોલીસને સમગ્ર હકીકત જણાવતા પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જ્યાં ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસ દ્વારા એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુરેશ સખીયા, મનોજ ચૌહાણ,અંકિત ત્યાગી સહિત એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા ગુનાહિત ઇતિહાસ પણ મળી આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે આ પ્રકારે જો સોશિયલ મીડિયા એપ પરથી કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે તો તેનો બિલકુલ પણ સ્વીકાર કરવો જોઈએ નહીં. જેથી ઘટનાનો ભોગ બનતા બચી શકાય છે.અમરોલી પોલીસને શંકા છે કે આરોપીઓ દ્વારા આ પ્રકારે અન્ય લોકો પાસેથી પણ રૂપિયા પડાવવામાં આવ્યા હોઈ શકે છે.જેથી ચારે આરોપીઓની ધરપકડ કરી અમરોલી પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જ્યાં રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તો નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news