સુનિતા યાદવનો ખુલાસો, મને વિવાદ પતાવવા 50 લાખ ઓફર કરાયા હતા, પણ હવે હું રાજીનામુ આપીશ

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવનાર એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેઓએ અનેક ખુલાસા કર્યા. તેઓએ કહ્યું કે, તેઓને સતત ધમકી મળી રહી છે. તેમજ આ સમગ્ર મામલાને પતાવવા માટે મને 50 લાખની ઓફર કરવામાં આવી છે. સાથે તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દેશે.   
સુનિતા યાદવનો ખુલાસો, મને વિવાદ પતાવવા 50 લાખ ઓફર કરાયા હતા, પણ હવે હું રાજીનામુ આપીશ

ચેતન પટેલ/સુરત :આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવનાર એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેઓએ અનેક ખુલાસા કર્યા. તેઓએ કહ્યું કે, તેઓને સતત ધમકી મળી રહી છે. તેમજ આ સમગ્ર મામલાને પતાવવા માટે મને 50 લાખની ઓફર કરવામાં આવી છે. સાથે તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દેશે.   

ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું કે, સિસ્ટમ નહિ સુધરે, ત્યાં સુધી કંઈ નહિ થાય. હું રાજીનામુ આપીશ તે નક્કી છે. મારે આર્મીમાં જવુ હતું પણ પરિવારની સલાહ માનીને હું આગળ આઈપીએસ ક્ષેત્રમાં જઈશ. રાજીનામુ આપીને આઈપીએસનો અભ્યાસ કરીશ. ખાદી વર્દીનો પાવર હોય છે. પણ હવે મને એ વર્દી પહેરવી ગમતી જ નથી. મારી સાથે નિર્ભયા પાર્ટ-2 બનતુ રહી ગયું છે. તેથી હવે હું રાજીનામુ આપી દઈશ. મને આ સમગ્ર મામલો થાળે પાડવા માટે 50 લાખની ઓફર થઈ હતી. ધાકધમકીઓ મળી રહી છે. કેટલીક સંસ્થાના લોકો મને ફોન કરીને હેરાન કરી રહ્યાં છે. 

સાથે જ તેઓએ ઓફિસનું કામ પૂર્ણ થતાં આખું પિચર રિલીઝ કરવાની વાત પણ કરી. વિવાદમાં આવવા અંગે તેઓએ કહ્યું કે, પહેલા મેં શાંતિથી વાત કરી હતી, પરંતુ મને ઉશ્કેરવામાં આવી હતી. લોકોએ મારું માનસિક સંતુલન ખસી ગયું છે તેવી પણ વાતો કરી, પરંતુ જેવા લોકોના વિચાર. એ અંગે હું કંઈ ન કરી શકું. મારા ફોટા પણ ખોટી રીતે વાયરલ કર્યાં છે. મને ખોટી રીતે હેરાન કરવામાં આવી છે. મારી તસવીરોમાં જે રીતે દારૂની બોટલ બતાવાયોનો ઉલ્લખ કર્યો છે, તે હકીકતમાં સોફ્ટ ડ્રિંક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news