સુરતમાં જાણીતા બિલ્ડરની લુખ્ખી દાદાગીરી! દંડા વડે રહીશો પર હુમલો કર્યો, બંદુક કાઢી ડરાવ્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ અંબિકા પાર્ક સોસાયટીનો પ્રોજેક્ટ ભીખાજી નામના બિલ્ડર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ મકાનો લેનદારોને આપવાની સાથે તેમને પાસેથી મેન્ટેનન્સનું પણ ખર્ચ લેવામાં આવ્યું હતું.

સુરતમાં જાણીતા બિલ્ડરની લુખ્ખી દાદાગીરી! દંડા વડે રહીશો પર હુમલો કર્યો, બંદુક કાઢી ડરાવ્યા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં બિલ્ડરની દાદાગીરી સામે આવી છે.ડીંડોલી વિસ્તારમાં આવેલ અંબિકા પાર્ક સોસાયટીના મેન્ટેનન્સ બાબતે સોસાયટીના રહીશો બિલ્ડર વચ્ચે બોલાચાલી થયા બાદ બિલ્ડરે રજૂઆત કરવા આવેલા લોકોને લાકડાના દંડાતી માર મારવામાં આવ્યો છે. સાથે જ બંદૂકથી ડરાવવામાં પણ આવ્યો હોવાનો આક્ષેપો રહીશો રહ્યા છે. 

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ અંબિકા પાર્ક સોસાયટીનો પ્રોજેક્ટ ભીખાજી નામના બિલ્ડર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ મકાનો લેનદારોને આપવાની સાથે તેમને પાસેથી મેન્ટેનન્સનું પણ ખર્ચ લેવામાં આવ્યું હતું. ત્યારે સુરતમાં નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ,પાણી લાઈન સહિત રોડ બનાવવામાં આવ્યા હતા. જ્યારે બિલ્ડર દ્વારા ડ્રેનેજના પૈસા મહાનગરપાલિકાને નહીં ચૂકવવામાં આવતા સુરત મહાનગરપાલિકાએ સોસાયટીના રહીશોને નોટિસ આપી હતી. જ્યારે આ નોટિસને લઈને રહીશોએ બિલ્ડરને ડ્રેનેજ પૈસા ભરવા તેના ઓફિસે રજૂઆત કરી હતી.

ડ્રેનેજના પૈસા ભરવાની રજૂઆતને લઈને સોસાયટીના રહીશો અને બિલ્ડર જોડે બોલાચાલી થઈ હતી. બોલા ચાલ ઉગ્ર થતા બિલ્ડરે લાકડાના દંડાથી સોસાયટીના સભ્યોને માર માર્યા હતા. જેને લઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે. જેમાં બિલ્ડરના માણસો હાથમાં દંડા લઈને સોસાયટીના એક સભ્યોને માર મારતા નજરે પડી રહ્યા છે. જ્યારે અન્ય લોકો તેને જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને રહેશો મોટી સંખ્યામાં ડીંડોલી પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.

બિલ્ડરને રહીશોએ મહાનગરપાલિકામાં મેન્ટેનન્સના પૈસા જમા કરવા બાબતે રહીશોએ રજૂઆત કરતા જ્યારે બિલ્ડરે રહીશો સાથે મારામારી કરી અભદ્ર વર્તન કર્યો હોવાના આરોપ સાથે ડીંડોલી પોલીસ મથકમાં અરજી કરી છે. આ અરજીના આધારે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે તપાસ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે. 

બિલ્ડરે લેનદારો પાસેથી મકાનના પૈસાની સાથે મેન્ટેનન્સના પૈસા પણ લીધા બાદ મહાનગરપાલિકાને પૈસા નહીં ચૂક્યા હોવાનું સોસાયટીના રહીશોનો આરોપ છે.ત્યારે બિલ્ડરેને મેન્ટેનન્સ ના પૈસા ભરવા રજૂઆત કરવા ગયેલા રહીશો પર જ બિલ્ડરે હુમલો કર્યો હોવાંનો આરોપ મૂક્યો છે.જ્યારે જોવું એ રહેવું કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news