સુરતમાં 25 દિવસના માસૂમને તરછોડનારાં ઝડપાયા, માતા-પિતાએ એવી કહાની સંભળાવી કે હૃદય ભાંગી જશે!

અડાજણ પોલીસે બાતમી મળી હતી કે બાળકને તરછોડી દેનાર દંપતી હાલ પાલનપુર વિસ્તારમાં ફરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે આ દંપતીને ઝડપી પાડ્યો હતો.પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ જીગ્નેશ સેનવા જણાવ્યું હતું તેને થોડા સમય પહેલા જ આ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો

સુરતમાં 25 દિવસના માસૂમને તરછોડનારાં ઝડપાયા, માતા-પિતાએ એવી કહાની સંભળાવી કે હૃદય ભાંગી જશે!

ચેતન પટેલ/ સુરત: અડાજણ કેબલ બ્રિજ નજીક 14 દિવસ પહેલા બે માસના બાળકને તડ છોડી દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા આ મા-બાપની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં ઝી 24 કલાક દ્વારા વ્હાલના માતા-પિતાને શોધવા માટે મુહિમ પણ ચલાવવામાં આવી હતી. આખરે આ મુહીમ રંગ લાવી હતી અને વ્હાલના માતા-પિતાને પોલીસે શોધી કાઢ્યા હતા. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે વ્હાલને તરછોડી દેવાયો હોવાની હકીકત સામે આવી હતી. 

સુરત શહેરના કેબલ બ્રિજ પાસેથી એક ત્રણ માસના નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ત્યાંથી પસાર થતાં રાહદારીની નજર આ નવજાત બાળક પર પડી હતી. તેને તાત્કાલિક અડાજણ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી જઈ નવજાત બાળકને 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસે આ નવજાત બાળકના માતા-પિતાની શોધ ખોળ હાથ ધરી હતી.

બીજી તરફ આ બાળકના માતા-પિતા નહીં મળતા આખરે મહિલા કોન્સ્ટેબલ દ્વારા આ બાળકને માતાની હૂંફ પુરી પાડવામાં આવી હતી  શરૂઆતના સમયે અડાજણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં બાળકને તરછોડીને જનાર દંપતી પગપાળા રેલવે સ્ટેશન જઈ રહ્યા હોવાની હકીકત સામે આવી હતી. બાદમાં પોલીસે રેલવે સ્ટેશન તેમજ રેલવે પ્લેટફોર્મ પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં દંપતી વલસાડના ટ્રેનમાં જતા હોવાની હકીકત સામે આવી હતી. જેથી પોલીસની એક ટીમ વલસાડ ખાતે બાળકની માતા-પિતાની શોધખોળમાં લાગી હતી. 

પોલીસની ટીમે આસપાસના તમામ વિસ્તારોમાં દંપતીના ફોટા લઈ દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જો કે બાળકના માતા પિતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ બાળકને કતારગામ સ્થિત બાલ ગૃહ વિભાગમાં મોકલી આપવામાં આવ્યો હતો. સદંતર 14 દિવસ સુધી પોલીસને નિષ્ફળતા હાથે લાગી હતી. આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી. 

અડાજણ પોલીસે બાતમી મળી હતી કે બાળકને તરછોડી દેનાર દંપતી હાલ પાલનપુર વિસ્તારમાં ફરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે આ દંપતીને ઝડપી પાડ્યો હતો.પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ જીગ્નેશ સેનવા જણાવ્યું હતું તેને થોડા સમય પહેલા જ આ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બાદમાં બંને લગ્ન કરી દીધા હતા. લગ્ન બાદ વાલનો જન્મ થયો હતો.

જો કે ત્યારબાદ તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. આ ઉપરાંત તેમને પરિવારનું ગુજરાત ચલાવવાનું પણ અઘરું પડી ગયું હતું. જેથી તેમને વ્હાલને તરછોડી દીધો હોવાની હકીકત સામે આવી છે. બાળકને તરછોડી બન્ને મુંબઈ ગયા હતા. જો કે ત્યાં પૂરતી મજૂરી નહિ મળતા તેઓ ફરી સુરત આવ્યા હતા. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news