દયાની સરવાણી વહી! કુરબાની માટે લાવેલો બકરો પાંજરાપોળમાં દાન કરી દીધો!

જો કે આ વચ્ચે શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારે રૂ.13 હજારની કિંમતે ખરીદેલા બકરાને પાંજાપોળમાં દાન કર્યો છે. 

દયાની સરવાણી વહી! કુરબાની માટે લાવેલો બકરો પાંજરાપોળમાં દાન કરી દીધો!

ચેતન પટેલ/સુરક: બકરી ઈદને દિવસે મુસ્લિમ સમુદાયમાં બકરાની કુરબાનીનું મહત્વ છે. આ દિવસે હજારોથી લાખો રૂપિયામાં ખરીદાયેલા બકરાની કુરબાની આપવામાં આવે છે. જો કે આ વચ્ચે શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારે રૂ.13 હજારની કિંમતે ખરીદેલા બકરાને પાંજાપોળમાં દાન કર્યો છે. 

આ વિશે જાણવા મળ્યું છે કે, ચોકબજારમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા મુસાભાઇ પઠાણ 20 દિવસ પહેલા કુરબાની માટે બકરો ખરીદ્યો હતો અને તેની સાર સંભાળ પણ લઈ રહ્યા હતા. જોકે સમાજસેવક પિયુષભાઈના સંપર્કમાં આવતા તેમણે બકરાની કુરબાનીનો વિચાર બદલી નાખ્યો હતો. જીવનદાન સૌથી મોટું દાન છે એમ માનીને તેમણે રૂ. 13 હજારની કિંમતે ખરીદેલા આ બકરાને સુરત પાંજરાપોળ ખાતે દાનમાં આપ્યો છે અને તેને જીવનદાન આપ્યું છે. 

બકરી ઈદના બે દિવસ પહેલા જ આ પ્રમાણેની ઘટના જોવા મળતા લોકોમાં તેમજ પ્રાણીઓ માટે સંવેદનશીલ એવી સંસ્થાઓમાં પણ ખુશીનો માહોલ છે. રીક્ષામાં લઈને જ્યારે પરિવાર બકરાને પાંજરાપોળ ખાતે લઈ આવ્યો હતો ત્યારે ત્યાં હાજર અન્ય મહિલાએ પરિવારના સભ્યને સારા કામ કરવા મટે આશીર્વાદ પણ આપ્યા હતા. 

ઉ્લેખનીય છે કે બકરાને મુસ્લિમ પરીવાર દ્વારા 20 દિવસ પહેલા જ ખરીદવામાં આવ્યો હતો. જીવનદાન મેળવનાર બકરો 2.5 વર્ષનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news